Amla Benefits: શિયાળામાં આ સમયે ખાધેલું એક આમળું કરશે અનેક ફાયદા, આ 5 બીમારીની તો દવા પણ નહીં કરવી પડે

Amla Benefits: વિટામિન સી, વિટામિન બી, વિટામિન એ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ બધા જ પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને શિયાળા દરમિયાન રોજ તમે એક આમળું પણ ખાઈ લેશો તો તેનાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ તમને મળશે. ખાસ કરીને આમળું ખાવાથી પાંચ બીમારીથી તો દવા વિના છુટકારો મળી જાય છે.

Amla Benefits: શિયાળામાં આ સમયે ખાધેલું એક આમળું કરશે અનેક ફાયદા, આ 5 બીમારીની તો દવા પણ નહીં કરવી પડે

Amla Benefits: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ ઋતુમાં વાતાવરણ તો સારું હોય છે પરંતુ તેની સાથે જ કેટલીક બીમારીઓ પણ ઝડપથી ફેલાવવા લાગે છે. જેમાં સૌથી સામાન્ય હોય છે શરદી, ઉધરસ, કફ, તાવ, ગળામાં દુખાવો જેવી તકલીફો. શિયાળા દરમિયાન જો તમારે આ પ્રકારની બીમારીઓથી બચવું હોય અને સ્વસ્થ રહેવું હોય તો તેના માટે તમે રોજ આમળાંનું સેવન કરી શકો છો. 

આમળું એવું ફળ છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન સી, વિટામિન બી, વિટામિન એ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ બધા જ પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને શિયાળા દરમિયાન રોજ તમે એક આમળું પણ ખાઈ લેશો તો તેનાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ તમને મળશે. ખાસ કરીને આમળું ખાવાથી પાંચ બીમારીથી તો દવા વિના છુટકારો મળી જાય છે.

શરદી

શિયાળામાં શરદી ઉધરસ થવા સામાન્ય વાત લાગે છે. પરંતુ આ બીમારી લાંબો સમય રહે તો શરીરને નુકસાન કરે છે. જો આ બીમારી ન થાય તેવું તમે ઈચ્છતા હોય તો આપણા રોજ ખાવાનું શરૂ કરો. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને શરદી ઉધરસ જેવી બીમારી થશે જ નહીં.

ઉધરસ

શિયાળામાં જો એક વખત ઉધરસ થઈ ગઈ તો પછી તેને મટતા મહિનાઓ લાગે છે. તેવામાં આમળાનું સેવન કરવાથી ઉધરસથી રાહત મળી જાય છે. આમળાં ખાવાથી ગળાની ખરાશ પણ દૂર થાય છે. 

તાવ

શિયાળામાં તાવ પણ વારંવાર આવી જતો હોય છે. જો તમે નિયમિત રીતે સવારે એક આમળું પણ ખાઈ લેશો તો તેના એન્ટિ પિરેટીક ગુણ તાવને મટાડવામાં મદદ કરશે.

એનિમિયા

આમળાંમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જે એનીમિયા સામે લડવામાં મદદ કરે છે. એનિમિયા એવી બીમારી છે જેમાં શરીરમાંથી રક્ત ઘટી જાય છે. આમળાનું સેવન કરવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સની સંખ્યા વધે છે.

દિલ રહેશે મજબૂત

આમળા એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે જે હાર્ટની બીમારીઓ થવાનું જોખમ ઘટાડે છે. આમળાં ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટે છે. તેથી શિયાળામાં રોજ એક આમળું ખાઈ લેવું તેનાથી તમારું હૃદય લોખંડ જેવું મજબૂત રહેશે.

આમળાં ખાવાનો યોગ્ય સમય

ઉપર જણાવ્યા અનુસારના ફાયદા મેળવવા હોય તો આમળાં સવારે ખાલી પેટ ખાવા જોઈએ. સવારે ખાલી પેટ એક આમળું ખાઈ લેવાથી શરીરને જરૂરી પોષક તત્વો સરળતાથી મળી જાય છે. આમળાને તમે અલગ અલગ રીતે ખાઈ શકો છો. પરંતુ જો તમે કાચું આમળું ખાવ અથવા તો તેનું જ્યુસ પીવો છો તો સૌથી વધુ ફાયદો થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news