ખરાબ આદત ! જમીને તુરંત જ તમને આ આદત હોય તો સાચવજો, શરીર નહીં આપે સાથ
Dos and Donts After Eating: મોટા ભાગના માણસોની આદત હોય છે કે તે જમ્યા બાદ તરત જ સૂઈ જાય છે. આવું કરવાથી તમે બીમારીનો ભોગ બની શકો છો. જો તમારી પણ આવી જ આદત હોય તો તમે તમારી આદત ને સુધારી શકો છો નહીં તમે બીમારીનો ભોગ બની શકો છો.
Dos and Donts After Eating: મોટા ભાગના માણસોની આદત હોય છે કે તે જમ્યા બાદ તરત જ સૂઈ જાય છે. આવું કરવાથી તમે બીમારીનો ભોગ બની શકો છો. જો તમારી પણ આવી જ આદત હોય તો તમે તમારી આદત ને સુધારી શકો છો નહીં તમે બીમારીનો ભોગ બની શકો છો. રાત્રે જ નહીં જો તમે દિવસે પણ જમી ને સુઈ જતા હોય તો એ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તમે આદતને બદલી પણ શકો છો અને જો તમને પણ આવી આદત હોય તો જાણીએ તે આદતો થી થતી પરેશાનીઓ વિશે. જમ્યા બાદ ઊંઘવાની આદત હોય તો તમને તેનાથી એસિડિટી અને બળતરા થઈ શકે છે. જમ્યા પછી સૂવાની આદત ના લીધે ડાયજેશન પ્રોસેસને ધીમી કરી નાખે છે. જમ્યા પછી શરીર ખોરાકની પાચન કરવાનું કામ ચાલુ કરી નાખે છે અને તેની સાથે જ ખોરાક પચાવવા માટે આંત એસિડ બનાવે છે. જો ટાઈમે તમે સુઈ જાવ છો તો એસિડ પેટ થી નીકળીને ફૂડ પાઇપ અને ફેફસામાં આવી જાય છે અને તેનાથી બળતરા થવાનું ચાલુ થઈ જાય છે.
જો તમે સુઈ જાવ છો તો ખોરાક પણ સારી રીતે પચી નથી શકતો. કારણ કે તે અનુસાર શરીરના ઘણાં અંગો સ્થિર થઈ જાય છે અને તેની સાથે કામને પણ રોકી નાખે છે અને તેવામાં પાચનની ક્રિયા ધીમી પડી જાય છે અને ઘણી પરેશાનીઓ પણ આવે છે. આપને જણાવી દઇએ કે ખોરાક લીધા પછી શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય છે.જો તમે જમીને સુઈ જાવ છો તો સુગર શરીરમાં ઉપયોગ નથી થતું અને તેથી વધારાનું સુગર બ્લડમાં મિક્સ થઈ જાય છે અને તેનાથી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.
ખાવાનું ખાધા બાદ ભૂલથી પણ ન કરશો આ ભૂલો નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ખાવાનું ખાઈ લીધા બાદ કેટલાક નિયમોનું પાલન જરૂરી છે. જો તમે આવું નહીં કરો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તો જાણો જમ્યા બાદ તરત જ શું ન કરવું જેથી તમારી હેલ્થ સારી રહે.
તરત જ સૂવું નહીં
અનેક લોકોની આદત હોય છે કે તેઓ જમ્યા બાદ તરત જ સૂઈ જાય છે. આ તેમના માટે ખતરનાક સાબિત થાય છે. ઊંઘ પાચનક્રિયામાં બાધા ઉત્પન્ન કરે છે. જમ્યા બાદ સૂવાથી પેટ ફૂલવું, પીડા, શરીરના દર્દની સંભાવના રહે છે.
ના કરો વ્યાયામ
જમ્યા બાદ તરત જ કસરત કરવી નહીં. ખાવાનું ખાધા બાદ જિમ કે વર્કઆઉટ કરવાથી તમને બેચેની અને અને સુવિધાનો અનુભવ થાય છે.
ન પીઓ સિગરેટ
જો તમે ભોજન કર્યા બાદ તરત જ સિગરેટ પીઓ છો તો તે હેલ્થ માટે હાનિકારક હોય છે. નિકોટીન ઓક્સીજનની સાથે પ્રતિક્રિયા કરીને અનેક સમસ્યાઓ જન્માવે છે. તેનાથી આંતરડાના કેન્સરની સંભાવનાઓ વધે છે.
ફળ ખાવાનું ટાળો
જો તમે જમ્યા બાદ તરત જ પોષક તત્વોથી ભરપૂર ફળ ખાવાનું પસંદ કરો છો તો તે તમને નુકસાન કરી શકે છે. તેનાથી પાચનક્રિયા પ્રભાવિત થાય છે. ખાલી પેટે કે ભોજન કર્યા બાદ થોડા સમય બાદ ફ્રૂટ ખાવું ફાયદારૂપ રહે છે.
ભોજન બાદ અજાણતા કરાતી તરત સૂઈ જવાની અને ફળ ખાઈ લેવાની કે પછી કોઈ કસરત નહીં કરવાની ભૂલો તમને મોટું નુકસાન કરી શકે છે. માટે આ આદત આજથી બદલો તે જરૂરી છે.
આ પણ વાંચો:
IMD Rain Alert: આ જગ્યાઓએ જવાનું હોય તો કેન્સલ કરી દેજો, 5 દિવસ ભુક્કા બોલાવશે વરસાદ
27 જૂન રાશિફળ: મેષ રાશિ માટે મંગળવાર છે શુભ, જાણો કઈ રાશિના લોકોએ આજે રહેવું સાવધાન
ઝાડ પાસે ઉગેલો તુલસીનો છોડ અચાનક કરે છે નૃત્ય, આ Video જોઈ તમે પણ દંગ રહી જશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube