ભોજન કર્યા બાદ ગેસ-એસિડિટીથી ફૂલવા લાગે છે પેટ, તો અજમારો આ નુસ્ખો, તત્કાલ મળશે રાહત
જો તમને પણ ભોજન કર્યા બાદ પેટમાં ગેસની સમસ્યા થાય છે તો તમે જીરૂ અને અજમાનો આ નુસ્ખો અપનાવી શકો છો. તેનાથી ગેસ અને એસિડિટીની સમસ્યામાં તત્કાલ રાહત મળે છે.
નવી દિલ્હીઃ ઘણીવાર ભોજન કર્યા બાદ લોકોને ગેસ અને એસિડિટી થવા લાગે છે, જેનાથી પેટ ફૂલી જાય છે અને ખાટા ઓડકાર આવવા લાગે છે. ગેસ અને એસિડિટીને કારણે લોકોને પેટ ફૂલવું, છાતી અને પેટમાં બળતરા જેવી ફરિયાદ થાય છે. તેવામાં લોકો ખુબ પરેશાન રહે છે. જો તમને પણ ભોજન કર્યા બાદ આ મુશ્કેલી થાય છે તો તત્કાલ આરામ મેળવવા માટે તમે જીરૂ અને અજમા (Cumin and celery for stomach) નો આ ઘરેલું નુસ્ખો જરૂર અજમાવો. જીરૂ અને અજમાનો આ નુસ્ખો ગેસ અને એસિડિટીની સમસ્યામાં તત્કાલ રાહત અપાવે છે.
જીરૂ અને અજમા પેટ માટે ફાયદાકારક: Cumin and celery are beneficial for the stomach
જીરૂ અને અજમામાં ઘણા એવા તત્વો હોય છે, જે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે ગેસ અને એસિડિટી માટે લાભકારી છે. તમે જીરૂ અને અજમાનું ડ્રિંક બનાવી તેનું સેવન કરી શકો છો. આ પાણીનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શત્તિ પણ મજબૂત થાય છે. પરંતુ જીરૂ અને અજમાનું પાણી પેટની સમસ્યા માટે ખુબ લાભદાયક છે. આ ડ્રિંકને પીવાથી ગેસ અને એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે. જીરૂ અને અજમાનું પાણી ન માત્ર ગેસ કે એસિડિટી કંટ્રોલ કરે છે પરંતુ પેટના સોજા ઘટાડે છે અને તેની સફાઈ કરે છે.
આ રીતે બનાવો અજમા અને જીરાનું ડ્રિંક્સ: How to make cumin celery drink:
એક ચમચી જીરૂ અને એક ચમચી અજમાને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લો. જ્યારે પાણી ઉકળી જાય તો તેને ઉતારી લો અને ઠંડુ થઈ ગયા બાદ પી લો. આ પાણીથી પેટના ગેસ અને એસિડિટીની સમસ્યામાં તત્કાલ રાહત મળે છે.
આ પણ વાંચોઃ Tomato: નાના-મોટા સૌ કોઈએ રોજ ખાવા જોઈએ ટમેટા, જાણો ટમેટા ખાવાથી થતા લાભ
આ સમસ્યામાં પણ મળે છે છૂટકારો: Cumin celery drink also provides relief from these problems:
ઈમ્યુનિટી વધારોઃ જીરા અને અજમાનું ડ્રિંક પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને તમે સીઝનલ બીમારીનો શિકાર થતા નથી.
મોટાપાથી મળશે છૂટકારોઃ જો તમારૂ વજન વધારે છે તો પણ આ પાણી તમારા માટે ફાયદાકારક છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.