કેમ નબળી પડી રહી છે બાળકોની આંખોની દ્રષ્ટી? કેમ નાની ઉંમરમાં આવી જાય છે ચશ્મા?
હાલમાં અમદાવાદની બે જાણીતી શાળાઓમાં બાળકોની આંખોની તકાસણી કરવા માટે પ્રિ-સ્કૂલ સરવેનું આયોજન કર્યું હતું. જેમાં બાળકોની સતત મોબાઈલ વાપરવાની, ગેમ રમવાની અને ટીવી સામે બેસી રહેવાની આદતને કારણે આંખોની દ્રષ્ટી કમજોર થઈ રહી હોવાનું પણ સામે આવ્યું છે.
અમદાવાદ: આઉટડોર ગેમ્સનું ઓછું એક્સપોઝર અને ઇન્ડોર પ્રવૃત્તિઓમાં વધારો થવાના લીધે પ્રી-સ્કૂલની ઉંમરના 43% બાળકોની દ્રષ્ટિ નબળી પડી. પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજીસ્ટે સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના છ વર્ષથી ઓછી ઉંમરના 1,723 વિદ્યાર્થીઓની આંખોની તપાસ કરી. આ આંકડાઓ અમદાવાદની બે જાણીતી પ્રિ-સ્કૂલમાં કરાયેલાં આઈ સરવેના છે. જેમાં બાળકોની આંખોની તપાસ કરીને તેનો સરવે કરવામાં આવ્યો જેમાં ચોંકાવનારા પરિણામો પણ સામે આવ્યાં.
મોબાઈલને લઈને માતા - પિતાની ફરિયાદો:
- મોબાઈલને કારણે બાળકો સરખું જમતા પણ નથી.
- મોડે સુધી મોબાઈલને કારણે જાગ્યા કરે અને ગેમ્સ રમ્યા કરે.
- જેથી બીજે દિવસે સ્કૂલે જવા માટે સવારે ઉઠવામાં પણ પ્રોબ્લેમ.
- મોબાઈલ સાથે એકલા રહેવાનો આગ્રહ.
- કોઈ ડિસ્ટર્બ કરે અથવા તો મોબાઈલ લઇ લેવામાં આવે તો ચીસો પાડવા લાગે, રાડો નાખી ધમપછાડા કરવા લાગે.
- મોબાઈલને કારણે ચશ્માં આવી જવા અને નંબર વઘી જવાની સમસ્યા વઘી ગઈ છે.
- શાળાએથી શિક્ષકોની પણ ફરિયાદો કે ભણવામાં ધ્યાન ન આપવું.
- ક્લાસીસમા ન જવું.
- વર્તનમા પરિવર્તન
બાળકોમાં મોબાઈલ વપરાશ નો અતિરેક થાય ત્યારે શું થાય છે?
-હતાશા
-ચિંતા
- ધ્યાનની ખામી
- ઓટીઝમ
-બાયપોલર ડિસઓર્ડર
- અન્ય મનોવિકૃતિ થવાની સંભાવના
-શારીરિક વિકાસ ધીમો પડી જાય છે.
- સ્થૂળતામાં વધારો
- રોગો થવાની સંભાવના
- ઊંઘનો અભાવ
- ડિજિટલ સ્મૃતિ ભ્રંશ
આ આંકડા અને આ પરિસ્થિતિ તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન છે...તમે પણ તમારા બાળકને મોબાઈલ આપો છો તો ચેતી જજો, કેમ કે હમણાં જ અમદાવાદમાં પ્રિ-સ્કૂલના 43 ટકા બાળકોની આંખ નબળી હોવાનું સામે આવ્યું છે. શહેરની બે જાણીતી શાળાના અઢી વર્ષથી 6 વર્ષ સુધીના 1723 બાળકોની આંખની તપાસ કરાઈ. દર પાંચમાં બાળકને તાત્કાલિક ચશ્માની જરૂર હોવાનું સામે આવ્યું છે. બે સ્કૂલમાં 43 ટકા તો ગુજરાતની અન્ય શાળામાં કેટલા ટકા બાળખની આંખ નબળી હશે. જો તમામ બાળકની આંખની તપાસ કરવામાં આવે તો ટકાવારીમાં વધારો થઈ શકે છે. આંખ નબળી થવાનું મુખ્ય કારણ વધુ પડતો મોબાઈલ-લેપટોપનો ઉપયોગ છે. જેથી નિષ્ણાતોનું માનવું છેકે, બાળકોને આઉટડોર ગેમ્સ રમાડો. તેની સાથે સમય પસાર કરો. તેને મોબાઈલથી દૂર રાખવા પ્રયાસ કરો ઉંમર અને તેના સ્વાસ્થ્યને જોતા.