પેટના દુખાવાનો રામબાણ ઈલાજ છે આ મસાલો, 10 મિનિટમાં દુખાવો કરશે દુર
Stomach Pain Remedy: પેટનો દુખાવો તુરંત દુર કરે તેવો મસાલો છે અજમા. અજમાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. પરંતુ તેનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે પણ કરવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. જે પાચનતંત્રને સ્વસ્થ રાખી શકે છે.
Stomach Pain Remedy: ઘણીવાર ખોરાકમાં ફેરફાર થઈ જવાથી પેટના દુખાવાની સમસ્યા થઈ જાય છે. આ એક એવી સમસ્યા છે જેમાં રોજના સામાન્ય કાર્યો પણ કરવા મુશ્કેલ બની જાય છે. તમને પણ ઘણી વાર પેટના દુખાવાની સમસ્યા થઈ હશે. આ દુખાવો ઘણીવાર એટલો વધી જાય છે કે તેના માટે દવા લેવી પડે છે. જો કે તમે ઘરગથ્થુ નુસખાથી દુખાવાને ગણતરીની મિનિટોમાં મટાડી શકો છો. પેટના દુખાવાથી તુરંત રાહત તમને રસોડામાં રહેલો એક મસાલો અપાવી શકે છે.
પેટના દુખાવા માટે અજમાનો કરો ઉપયોગ
આ પણ વાંચો:
Diabetes: ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે બારમાસી ના ફૂલ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ ?
Viral Fever: વારંવાર આવતા વાયરલ ફીવરથી મુક્તિ મેળવવા અજમાવો આ 4 દેશી નુસખા
શું તમને પણ પગના તળિયામાં બળતરા થાય છે? તો પીવું આ પાણી, 7 દિવસમાં તજા ગરમી થશે દુર
પેટનો દુખાવો તુરંત દુર કરે તેવો મસાલો છે અજમા. અજમાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. પરંતુ તેનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે પણ કરવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. જે પાચનતંત્રને સ્વસ્થ રાખી શકે છે.
પેટના દુખાવામાં અજમાનો કેવી રીતે કરવો ઉપયોગ ?
- પેટમાં ગેસ અથવા અપચાના કારણે તમારે ઘણીવાર દુખાવો થાય છે. તેનાથી રાહત મેળવવા માટે અડધી ચમચી અજમાને ચાવીને ખાઓ. તેનાથી તમને થોડીવારમાં જ પેટના દુખાવાથી રાહત મળી જશે.
- જો તમે અજમાને ચાવીને ખાવા માંગતા નથી તો તેના માટે તમે એક ગ્લાસ પાણીમાં થોડા અજમા ઉમેરી તેને ગરમ કરો. ત્યારબાદ તે હૂંફાળું થઈ જાય ત્યારે તેને પી જવું.
- જો એસિડિટી અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોય તો 1 ગ્રામ અજમા લઈ અને તેની સાથે બદામ ચાવીને ખાઈ જવી. તેનાથી ઝડપથી આરામ મળશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)