નવી દિલ્હીઃ કબજીયાત એક એવી બીમારી છે જેમાં સપ્તાહમાં ત્રણ વારથી ઓછુ મળ ડિસ્ચાર્જ થાય છે. કબજીયાતની સ્થિતિમાં મળનો ત્યાગ કરવો મુશ્કેલ થાય છે અને કલાકો સુધી ટોયલેટમાં બેસ્યા બાદ પણ પેટ સાફ થતું નથી. કબજીયાતની બીમારી માટે ઘણા કારણ જવાબદાર છે, જેમ કે વધુ તણાવ, પાણીનું ઓછું સેવન, ડાઇટમાં ફાઇબરવાળા ફૂડ્સનું ઓછું સેવન અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ આ બીમારી માટે જવાબદાર છે. સારા સ્વાસ્થ્ય માટે પેટ સાફ અને સ્વસ્થ રહેવું જરૂરી છે. જ્યારે તમને કબજીયાત કે અપચો થાય છે તો તમે સતત ચિંતિત રહો છો અને તમારૂ મગજ કામ પર ધ્યાન કેન્દ્રીત કરી શકતું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રોનિક કબજીયાત ન માત્ર તમારા પેટ કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પરંતુ તે તમારા રૂટિન જીવનમાં પણ મુશ્કેલી ઉભી કરે છે. જો તમે કબજીયાતથી પરેશાન છો તો કેટલાક નેચરલ નુસ્ખા અપનાવો. ધાણા કિચનમાં રહેલો એક એવો મસાલો છે જે કબજીયાતની સારવાર કરવામાં જાદુઈ અસર કરે છે. ધાણામાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં રોગવિરોધી ગુણ હોય છે. એન્ટીઓક્સિડેન્ટ ગુણથી ભરપૂર ધાણા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. તેનું સેવન કરવાથી હાર્ટનું સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. 


આયુર્વેદ પ્રમાણે ધાણાનું સેવન એલર્ટી, તાવ, પિત્ત જેવી પરેશાની દૂર કરે છે. ધાણાના બીજનું સેવન જો દરરોજ કરવામાં આવે તો પેટ સાથે જોડાયેલી મુશ્કેલી સરળતાથી દૂર કરી શકાય છે. આવો જાણીએ ધાણાના બીજ કઈ રીતે પેટની બીમારી અને કબજીયાત દૂર કરે છે. 


આ પણ વાંચોઃ આ ભારતીય ચોખાની છે દુનિયા દીવાની, વિશ્વના શ્રેષ્ઠ ચોખાની યાદીમાં છે અવ્વલ નંબર


ધાણાના બીજનું સેવન કરશે કબજીયાતનો ઈલાજ
પાચન તંત્ર મજબૂત બનાવવા માટે ધાણાના બીજનું સેવન ખુબ અસરકારક છે. ધાણાના બીજ વાત, કફ અને પિત્તના દોષને દૂર કરવામાં અસરકારક છે. ધાણા પાચન સાથે જોડાયેલી મુશ્કેલી જેમ કે પેટમાં દુખાવો, ભૂખ ન લાગવાની સમસ્યાનું સમાધાન કરવામાં અસરકારક છે. તેનું સેવન કરવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓમાં સારવાર કરવામાં મદદ કરે છે અને પેટ તથા માંસપેશિઓમાં ગાંઠથી રાહત મળે છે. 


આયુર્વેજદમાં ધાણાને લધુ સિન્નગ્ધા કહેવામાં આવે છે જેનો અર્થ છે કે પાચનમાં સારા છે અને બોડીમાં એક તરફનું લુબરીકેશન પણ બને છે. ધાણાની ગરમ તાસીર બોડીમાં વાત, પિત્ત અને કફને બેલેન્સ કરે છે. ધાણાને એક શાનદાર કાર્મિનેટિવ એજન્ટના રૂપમાં માનવામાં આવે છે, જેનો મતલબ ગેસ બનવાથી રાહત મેળવવાનો છે. પાચન માટે ધાણા શાનદાર ઔષધી છે. તેનો ઉપયોગ પેટ ફૂલવા, ઝાડા, પેટની સમસ્યાઓ, ઉલ્ટી જેવી સમસ્યાઓમાં રાહત અપાવે છે. ધાણા મળ ત્યાગ વધારવામાં પણ મદદ કરી શકે છે. તે અલ્સરેટિવ કોલાઇટિસ અને હેપેટાઇટિસ માટે પ્રભાવશાળી બની શકે છે. 


કઈ રીતે કરશો સેવન
એક ગ્લા સ પાણી લો અને તેમાં એક ચમચી ધાણા નાખો અને ઢાંકીને આખી રાત રાખી દો. બીજા દિવસે સવારે તે પાણીને ગાળી લો અને તેનું સેવન કરો. તેના સેવનથી તમને કબજીયાતમાં રાહત મળશે. તમે આ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને પણ પી શકો છો.