ઝી બ્યૂરો, અમદાવાદ: વર્કઆઉટ પહેલાં વોર્મઅપ (Warm-Up Exercise) ખૂબ મહત્વનું છે. કારણ કે, તે તમારા સ્નાયુઓ અને શરીરને વર્કઆઉટ માટે તૈયાર કરે છે. જેના કારણે તમારા સ્નાયુઓ ઝડપથી મસ્ક્યુલર થઈ જાય છે અને વર્કઆઉટ દરમિયાન ઈજા થવાનું જોખમ પણ ઓછું થાય છે. જો તમે વર્કઆઉટ પહેલાં સંપૂર્ણ બોડી વોર્મઅપ કરો છો, તો પછી તમને સ્નાયુઓમાં તણાવ, સ્નાયુ ફાટી જવા અથવા દુખાવો થવાનું જોખમ નથી. ચાલો જાણીએ શ્રેષ્ઠ વોર્મઅપ કસરતો વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 મનિટ કરો વોર્મઅપ કસરત


1- દોરડા કૂદો
દોરડા કૂદવા વોમઅર્પ કસરત છે. જેના કારણે શરીરના તમામ સ્નાયુઓ સક્રિય થઈ જાય છે. આ કસરત કરવા માટે, તમારે ફક્ત દોરડાની સહાયથી કૂદવાનું છે. આ કસરત માત્ર એક મિનિટ કરો


2- અલ્ટરનેટ ની હગ્સ
1 મિનિટ માટે અલ્ટરનેટ ની હગ્સ  કરો. આ કસરત કરવા માટે,  પગ સામાન્ય પહોળા કરીને ઉભા રહો... હવે એક પગને ઉંચો કરીને  છાતીની નજીક લાવો અને ઘૂંટણને બંને હાથથી પકડો. પછી તે જ પ્રક્રિયાને બીજા પગ સાથે પુનરાવર્તન કરો.


Gym Lover: જીમમાં આ કસરત કરતી વખતે ખાસ ધ્યાન રાખજો, નહીં તો જીવનભર પસ્તાશો, મસલ્સને પહોંચશે ગંભીર ઈજાઓ


3- વૉક- આઉટ પ્લૈંક
તમે ફક્ત દોઢ મિનીટ માટે વોક-આઉટ પ્લેક્સ કરો.... આ કરવા માટે, તમારા પગને સામાન્ય પહોળા કરીને ઉભા રહો.... પછી કમરને વાળી અને હથેળીને જમીન પર મૂકો. હવે હથેળીની સહાયથી આગળ વધો અને હથેળીની મદદથી હાઈ પ્લૈંક પોઝીશનમાં આવો...


Expert Tips: તમારા સ્વાસ્થ્ય વિશે ઘણુ બધું કહી દે છે આ 6 બોડી સિગ્નલ


4- હાઈ ની
તમે ઘૂંટણની પ્રેક્ટિસ પણ કરી શકો છો. આ માટે, તમારા પગ પહોળા કરીને ઉભા રહો અને તે જ સ્થળે દોડતી વખતે તમારા ઘૂંટણને તમારી કમરથી ઉપર લાવવાનો પ્રયાસ કરો. આ કસરત દોઢ મિનિટ સુધી કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube