ઝી બ્યૂરો, અમદાવાદઃ શિયાળો શરૂ થઈ ગયો છે. શિયાળામાં વસાણા અને અંજીર ખાવાથી બિમારીઓથી દૂર રહી શકાય છે. વ્યસ્તતાના કારણે આખો દિવસ કયા પસાર થઈ જાય છે તે ખબર જ નથી પડતી. એમ પણ શિયાળામાં રાત લાંબી અને દિવસ ટૂંકો હોય છે. તેવામાં તમારે તમારા શરીરને નિરોગી રાખવા માટે રોજના બેથી ત્રણ અંજીરનું  સેવન કરવું જરૂરી છે. અંજીર ખાવાથી કેવી રીતે તંદુરસ્ત રહી શકાય છે અને અંજીર તમને કયા કયા રોગથી દૂર રાખશે તે અમે તમને આ આર્ટીકલમાં જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંજીરની ખેતી ક્યાં અને કેવી રીતે થાય છે
ભારતમાં અંજીરનું વાવેતર લગભગ 400 હેક્ટર જેટલા વિસ્તારમાં થાય છે. જેમાંથી 300 હેક્ટરનો વિસ્તાર મહારાષ્ટ્રમાં છે. જ્યારે થોડોક વિસ્તાર કર્ણાટક, પંજાબ, બિહાર અને ઉત્તર ભારતમાં છે. ગુજરાતમાં જુનાગઢ, ખેડા અને વડોદરાના છુટાછવાયા વિસ્તારોમાં અંજીરનું વાવેતર થાય છે. અંજીરની સુકવણી વ્યાપારિક ધોરણે ભારતમાં થતી નથી. પરંતુ સુકા અંજીર પરદેશમાંથી આયાત કરવામાં આવે છે. જો અંજીરની સુકવણી કરવી હોય તો ફળનો ટી.એસ.એસ.20 કરતા વધારે હોય તેવા ફળ પસંદ કરી અને તેને એક ટકા પોટેશિયમ મેટાબાયસ્લફાઈટના દ્વાવણમાં ડુબાડી અને સોલાર ડ્રાયરમાં સૂકવી શકાય છે. હૈદરાબાદ અને મહારાષ્ટ્રમાં જોવા મળતી અંજીરની ખેતી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખેડૂતે જિલ્લામાં પ્રથમ વખત અંજીરની ખેતી કરી પ્રયોગ કર્યો હતો. જેમાં ખેડૂતે ચાર વીઘામાં 1000 રોપા અંજીરના વાવ્યા હતા.


કબજિયાત અને એસેડિટનો રામબાણ ઈલાજ "અંજીર"
મરી-મસાલાથી ભરપૂર જમવાનું કોણે પસંદ ન હોય. પરંતુ તમને ખબર છે આવું મસાલા યુક્ત ખાવાથી તમને કબ્જ અને એસિડિટ થાય છે...આ બિમારીથી દૂર રહેવા લોકો મેડિકલમાં જઈને દવા લઈ આવે છે. પરંતુ આ સમસ્યાથી કાયમી છુટકારો મળતો નથી..તેવામાં અંજીર ખાવા ફાયદાકારક મનાય છે. જો તમે રાત્રે 2થી 3 અંજીર પાણીમાં પલાળીને સવારે ખાઈ લેશો તો ખૂબ ફાયદો થશે. કારણકે અંજીરમાં ફાયબરનું પ્રમાણ સૌથી વધુ હોય છે અને ફાયબર તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે...અંજીરથી પેટની બીજી અનેક સમસ્યાથી છુટકરો મળ છે.


વજન ઘટાડવાના અનેક અખતરા કરી ચૂક્યા છો અને છતાંય નથી મળ્યું રિઝલ્ટ, તો કરો આ આસાન ઉપાય


હાડકા નબળા છે! તો ખાઓ અંજીર
કેલ્શિયમની કમીને કારણે હાડક નબળા પડી જાય છે. તેવામાં શરીરમાં કેલ્શિયમ હોવું ખૂબ જરૂરી છે. અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે. જો અંજીરનું સેવન કરશો તો હાડકા મજબૂત બનશે. જો બાળપણમાં બાળકને રોજે 1થી 2 અંજીર ખવડાવવામાં આવે તો તેના શરીરમાં ખૂબ ફાયદો થાય છે.
બ્લડપ્રેશર ઓછુ કરે છે "અંજીર"
ટેન્શન ભરી જિંદગીમાં સૌ કોઈ બ્લડપ્રેશરની બિમારીથી પીડાતા હોય છે...અંજીરમાં પોટેશિયમ અને સોડિયમ હોય છે..જે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે....નિયમિત અંજીરનું સેવન કરવાથી બ્લડપ્રેશરને નિયંત્રમાં રાખી શકાય છે તેમજ બ્લડપ્રેશરને ઓછું પણ કરી શકાય છે..


પ્રેગ્નેન્સી દરમિયાન "અંજીર" સ્ત્રીઓ માટે લાભદાયી
અંજીરનો ઉપયોગ મજબૂત શરીર સંબંધો બાંધવા માટે થતો હોય છે. શરીર સુખનો સારો આનંદ માણવા માટે રાત્રે 2થી 2 દૂધમાં પલાળીને મૂકીને સવારે તેને ખાવામાં આવે છે..જેના કારણે તમારી યૌન શક્તિમાં વધારો થાય છે..સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય ત્યારે પણ જો આ રીતે અંજીરનું સેવન કરો તો તેના માટે તે લાભદાયક છે..શરીરમાં ઘટતા લોહતત્વની ઉણપને અંજીર પૂરી કરે છે..


વજન ઘટાડવામાં મદદરૂપ
જો રોજ અંજીર ખાવામાં આવે તો તમારુ વજન ઘટી શકે છે. કેમ કે અંજીરની અંદર ફાયબરનું પ્રમાણ વધારે હોય છે અને ફાયબર યુક્ત હોવાથી વજન ઘટાડી શકાય છે. અંજીરને દૂધની અંદર પલાળીને ખાવામાં આવે અથવા વધારે માત્રામાં ખાવામાં આવે તો વજન ઘટવાને બદલે વધી પણ શકે છે.