વજન ઘટાડવાના અનેક અખતરા કરી ચૂક્યા છો અને છતાંય નથી મળ્યું રિઝલ્ટ, તો કરો આ આસાન ઉપાય

કોઈ જીમમાં જતું હોય છે, કોઈ રનિંગ કરતું હોય છે, કોઈ ડાયેટ પ્લાનને ફોલો કરતું હોય છે. વજન ઘટાડવા માટે લોકો જાત-જાતના નુસખાઓ અજમાવતા હોય છે. જોકે, આ બધુ જ કર્યા પછી પણ તમને રિઝલ્ટ ન મળ્યું હોય તો કરો આ ઉપાય થઈ જશે તમારી સમસ્યાનું સમાધાન. 

વજન ઘટાડવાના અનેક અખતરા કરી ચૂક્યા છો અને છતાંય નથી મળ્યું રિઝલ્ટ, તો કરો આ આસાન ઉપાય

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજકાલની દોડભાગ ભરી જીવનશૈલીમાં સમય સાથે કદમથી કદમ મિલાવવા માટે તમે પોતાને ફીટ રાખવા ખુબ જ જરૂરી છે. એમાંય કોરોના કાળમાં હવે આખી દુનિયાને એક વાત સમજાઈ ગઈ છેકે, જાન હૈ તો જહાંન હૈ. બેઠાળું જીવન, ખાણી-પીણીની ખોટી ટેવ, અનિંદ્રા અને જંકફૂડનું વધુ પડતું સેવન કરવાથી તમારા વજનમાં વધારો થતો હોય છે. શરીરનું વજન વધવાને કારણે આપણાં શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જતી હોય છે. અનેક લોકો વધારે પડતા વજનની સમસ્યાથી પીડાતા હોય છે. અને વેઈટલોસ માટે જાત-જાતના કીમીયા અપનાવતા હોય છે. ત્યારે જો તમે વેઈટલોસ માટેના બધાં જ ઉપાય કરી ચૂક્યા હોવ તો હવે કરો કરો એક માત્ર આસાન ઉપાય અને પછી જુઓ ચમત્કાર. 

Lemon Turmeric Morning Detox Water | Katie's Bliss

પહેલાંના સમયમાં આપણાં વડીલો સવારે ઉઠતાંની સાથે જ બે થી હુંફાળું પાણી પીતા હતા. જેના કારણે દિવસ દરમિયાન તમારા શરીરમાં જામેલો કચરો સાફ જઈ જાય છે. અને તમે વધારે ફ્રેશ ફીલ કરો છો અને તમારો આખો દિવસ ફ્રેશનેસ સાથે પસાર થાય છે. અને નિયમિત આ કામ કરવાથી તમારા વજનમાં પણ વધારો થતો નથી. હવે તમારે આમા થોડો બદલાવ કરવાનો છે. તમારે સવારે ઉઠતાંની સાથે જ નરણાં કોઠે હુંફાળા પાણીમાં હળદર, લીબું અને એક ચમચી મધ મિક્સ કરીને નિયમિત તેનું સેવન કરવામાં આવે તો તમારા વજનમાં વધારો નહીં થાય. અને આ પ્રયોગથી તમે સરળતાથી વેઈટલોસ કરી શકશો. તમને માત્ર ત્રણથી ચાર મહિનામાં જ ચમત્કારીક પરિણામ જોવા મળશે. જોકે, સગર્ભા મહિલાઓએ આ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાંત ડોક્ટરની સલાહ તેવી આવશ્યક છે. 

How to Use Turmeric for Face

હળદરવાળું હુંફાળું પાણી પીવાના ફાયદાઃ
1) સવારે ઉઠીને નવસેકું ગરમ પાણી (હુંફાળું) પાવાથી આ ઉપરાંત પણ અનેક ફાયદા થાય છે. ગરમ પાણી પીવાના કારણે પાચન તંત્ર મજબુત થાય છે. ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. અને શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વો દૂર થાય છે. દિવસભર તમે ફ્રેશ રહો છો.
2) આ પ્રયોગ તમારા દીર્ઘકાલીન સ્વાસ્થ્ય માંટે વરદાનરૂપ સાબિત થાય છે. અનેક પ્રકારની બીમારીઓથી હળદર તમને બચાવે છે.
3) કોરોના કાળમાં તબીબો આપણી રોગપ્રતિકારક શક્તિ એટલેકે, ઈમ્યુનિટી વધારવાની વાત પર ભાર મુકી રહ્યાં છે. જો તમે સવારે ઉઠીને હળદરવાળું હુંફાળું પાણી નિયમિત પીશો તો આ પ્રયોગ તમારા માટે બેસ્ટ ઈમ્યુનિટી બુસ્ટર સાબિત થશે.
4) હળદરમાં રહેલ ખાસ પ્રકારનું તત્ત્વ શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરે છે. સાથે જ તે ખાંસી, ફ્લૂ અને અન્ય સંક્રમણનું જોખમ ઓછું કરે છે. 
5) હળદર વાળુ ગરમ પાણી નિયમિત પીવાથી સિઝન વાઈરસ સામે રક્ષણ મળી રહે છે.
6) હળદર અને ગરમ પાણીનો પ્રયોગ ડાયાબિટિસ માટે ફાયદાકારક સાબિત થાય છે. તે શરીરમાં બ્લ્ડ શુગરનું સંતુલન જાળવી રાખે છે.
7) વધારે પડતા વજનથી પરેશાન લોકો માટે હળદરવાળું નવસેકું પાણી બેસ્ટ ઉપાય બની શકે છે. આ પ્રયોગથી શરીરની ચરબી ઓછી થાય છે. 
8) ત્વચા માંટે હળદર વરદાન સમાન છે. હળદર પ્રાકૃતિક રૂપથી લોહી સાફ કરવાનું કામ કરે છે. હળદરમાં એંટિ ઓક્સિડેંટ તત્વ હોય છે જે ત્વચા ને મુક્ત કણોના નુકશાનથી બચાવે છે. તેનાથી ત્વચામાં ચમક આવે છે. સાથે જ ડાઘ, ખીલ અને ડાર્ક સર્કલથી પણ છુટકારો મળે છે. આ ઉપરાંત હળદરનો ફેસપેક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. 
9) હળદર અને ગરમ પાણી થી સોજા અને બળતરા ઓછી થાય છે.
10) ઍલ્જાઈમર રોગ શરીર માં વૃદ્ધિ હોર્મોન ના સ્તર ને ઓછું કરે છે. કરક્યુંમીન શરીર માં આ હોર્મોન ને નિયંત્રણ કરે છે. જો તમે નિયમિત રૂપ થી હળદર વાળા પાણી નું સેવન કરો છો તો તે મગજ માંટે ઘણું સારું છે.
11) ગરમ પાણી અને હળદરના સેવન થી કેન્સર ના ખતરાને ટાળી શકાય છે. હળદર માં રહેલા એંટિ ઓક્સિડેંટ કેન્સર ની કોશિકાઓ બનતા રોકે છે. રેડીએશન ના સંપર્ક આવતા જે ટયૂમર થાય છે તેની સામે હળદર રક્ષણ આપે છે.
12) હળદર અને ગરમ પાણી તમારા હાર્ટને હંમેશા હેલ્થી રાખે છે. અને તમને હર્દયરોગની સમસ્યાથી બચાવે છે.
13) હળદર કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. હળદર સ્ટ્રોક અને હાર્ટ અટેક ના જોખમને ઘટાડે છે.
14) હળદર નાની-મોટી અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. અને તમને હંમેશા હેલ્થી રાખે છે.
15) જો તમે નિયમિત આ પ્રકારે હળદરવાળા પાણીનું સેવન કરશો તો તમને દિવસ દરમિયાન થાક નહીં લાગે. અને તમે આખો દિવસ ભરપુર એનર્જી ફીલ કરશો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news