Apple: સફરજન એવું ફળ છે જે આખું વર્ષ મળે છે અને તેને દરેક સિઝનમાં ખાઈ શકાય છે. સફરજન વિશે એક કહેવત પણ પ્રખ્યાત છે કે, જે વ્યક્તિ રોજ એક સફરજન ખાય છે તેને ડોક્ટર પાસે જવું ન પડે. એટલે કે સફરજન એટલું પૌષ્ટિક છે કે તે શરીરને નીરોગી રાખી શકે છે. અનેક પોષક તત્વોથી ભરપૂર સફરજન શરીરને ફાયદો કરે તે વાતમાં કોઈ શંકા નથી પરંતુ જો તેને યોગ્ય રીતે ખાવામાં ન આવે તો તે શરીરને ભયંકર રીતે નુકસાન પણ કરી શકે છે. આજે તમને જણાવીએ સફરજન ખાતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તે નુકસાન ન કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સફરજન ખાતી વખતે ન કરો આ ભૂલ 


આ પણ વાંચો: આ 5 સમસ્યા હોય તો આજથી જ ઘી અને ખજૂર ખાવાનું શરુ કરી દો, પછી દવા નહીં કરવી પડે


1. સફરજનની છાલ પોષક તત્વનો ભંડાર હોય છે. જો તમે સફરજનની છાલ કાઢીને તેને ખાવ છો તો તમે સૌથી મોટી ભૂલ કરો છો. સફરજનને હંમેશા છાલની સાથે જ ખાવું જોઈએ છાલ કાઢવાની ભૂલ ક્યારેય કરવી નહીં. 


2. સફરજનને સાંજે કે રાતના સમયે ખાવામાં આવે તો તેના કારણે પેટમાં દુખાવો, ગેસ, અપચો થઈ શકે છે. આ સમયે સફરજન ખાવું નુકસાનકારક છે કારણ કે તેનાથી પાચનતંત્ર ધીમું પડી જાય છે. 


આ પણ વાંચો: Mosquito Coil: જે આ વાત જાણે તે ઘરમાં ક્યારેય ન સળગાવે મચ્છરની અગરબત્તી, તમે પણ જાણો


3. જો તમે સફરજનને એક સવારે ખાલી પેટ ખાવ છો તો પણ એસીડીટી થઈ શકે છે. સફરજનમાં ફ્રુકટોજ હોય છે. જે એક પ્રકારનું સુગર છે જે ખાલી પેટ સરળતાથી પચતું નથી અને તેના કારણે એસીડીટી થાય છે. 


4. દિવસમાં એક સફરજન ખાવું યોગ્ય છે પરંતુ જો એક કરતાં વધારે સફરજન આખા દિવસમાં ખાવામાં આવે તો તે નુકસાન કરે છે. વધારે માત્રામાં સફરજન ખાવાથી ડાયરિયા જેવી સમસ્યા થઈ શકે છે. 


આ પણ વાંચો: આ વસ્તુઓથી નસોમાં જામે છે બેડ કોલેસ્ટ્રોલ, નસો બ્લોક થઈ જાય તે પહેલા ખાવાનું કરો બંધ


5. સફરજનનો જ્યુસ બનાવીને તેને પીવાથી તેમાં રહેલું ફાઇબર નષ્ટ થઈ જાય છે. તેમાં પણ જો સફરજનના જ્યુસમાં તમે ખાંડ ઉમેરો છો તો તે હાનિકારક સાબિત થાય છે તેનાથી બ્લડ શુગર સ્પાઇક થઈ શકે છે. 


6. સફરજનમાં નેચરલ શુગર વધારે હોય છે. જો તમે સફરજન ખાતી વખતે વધારે સમય માટે તેને મોઢામાં રાખી મૂકો છો તો તે દાંતને નુકસાન કરે છે. 


આ પણ વાંચો: આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી


7. જો તમે સફરજનને દૂધ સાથે મિક્સ કરીને તેનું સેવન કરો છો તો પણ સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો. સફરજનમાં સાઈટ્રિક એસિડ હોય છે અને દૂધમાં લેક્ટિક એસિડ હોય છે. આ બંને જો પેટમાં એક સાથે જાય તો ગેસ, એસીડીટી અને પાચનની સમસ્યાઓ ભયંકર રીતે વધી જાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)