Bad Cholesterol: આ વસ્તુઓ ખાવાથી નસોમાં જામે છે બેડ કોલેસ્ટ્રોલ, નસો બ્લોક થઈ જાય તે પહેલા ખાવાનું કરી દો બંધ

Bad Cholesterol: શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જવું તે ગંભીર સમસ્યા છે. નસોમાં બેડ કોલેસ્ટ્રોલ જામવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. જેમકે કેટલીક એવી વસ્તુઓ છે જેના કારણે નસોમાં બેડ કોલેસ્ટ્રોલ જામે છે. 

Bad Cholesterol: આ વસ્તુઓ ખાવાથી નસોમાં જામે છે બેડ કોલેસ્ટ્રોલ, નસો બ્લોક થઈ જાય તે પહેલા ખાવાનું કરી દો બંધ

Bad Cholesterol: નસોમાં બેડ કોલેસ્ટ્રોલ જામવું ખૂબ જ ખરાબ છે. બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો હૃદય સંબંધિત જોખમ વધી જાય છે. એના કારણે હાર્ટ અટેક અને સ્ટ્રોક પણ આવી શકે છે. નસોમાં બેડ કોલેસ્ટ્રોલ જામી ગયું હોય તો બ્લડ સપ્લાય કરતી નસ બ્લોક થઈ જાય છે અને તેના કારણે હૃદય સુધી રક્ત પહોંચી શકતું નથી. આ સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે તેના માટે કેટલાક ફૂડ જવાબદાર હોય છે. આજે તમને એવા ફૂડ વિશે જણાવીએ જે બેડ કોલેસ્ટ્રોલ વધારી શકે છે. આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ. 

નસોમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે છે આ વસ્તુઓ 

આઈસક્રીમ 

હદ કરતા વધારે આઈસ્ક્રીમનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે. 100 ગ્રામ વેનીલા ફ્લેવરના આઈસ્ક્રીમથી શરીરમાં અંદાજે 41 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ વધે છે. 

ચા અને બિસ્કીટ 

ચા અને બિસ્કીટ એક સાથે ખાવાથી પણ બેડ કોલેસ્ટ્રોલ વધે છે. બિસ્કીટને પ્રોસેસ કરીને તૈયાર કરવામાં આવે છે અને તેમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે જે નસોને બ્લોક કરવાનું કારણ બની શકે છે 

ફ્રાઈડ ચિકન અને પકોડા 

ફ્રાઈડ ચિકન અને પકોડા જેવી વસ્તુઓ ખાવાથી પણ બેડ કોલેસ્ટ્રોલ વધે છે. ડીપ ફ્રાય કરેલા નાસ્તાના કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે તેથી તેને ખાવાથી બચવું. 

બર્ગર અને પીઝા 

આજના સમયમાં જંક ફૂડ જેમકે બર્ગર, પિઝા, પાસ્તા લોકો ખૂબ ખાય છે. આ વસ્તુઓ બનાવવા માટે માખણ ક્રીમ પનીર વગેરેનો ઉપયોગ કરેલો હોય છે જેના કારણે નસોમાં બેડ કોલેસ્ટ્રોલ જામે છે. 

માખણ અને ઘી 

એક રિસર્ચ અનુસાર માખણ ખાવાથી હેલ્થને નુકસાન થાય છે. ઘી અને માખણ વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તે નસોમાં જામી જાય છે. તેના કારણે કોરોનરી આર્ટરી બ્લોક થઈ જાય છે. તેથી કોલેસ્ટ્રોલ હોય તેવા લોકોએ તો માખણ અને ઘી ખાવાથી બચવું જ જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news