Weight Loss Tips: શું વજન વધવાથી પરેશાન છો? દરરોજ માત્ર આટલું કરો પછી જુઓ બોડી
Weight Control Tips: વજન કંટ્રોલ કરવા માટે આપણે દિવસભરમાં કેટલા પગલાં ચાલવા યોગ્ય છે. મેડિકલ એક્સપર્ટોનું કહેવું છે કે વેટ કંટ્રોલ કરવા માટે દરરોજ લગભગ 15 હજાર પગલાં ચાલવા યોગ્ય છે.
Weight Control Tips: ખોરાકમાં અવ્યવસ્થા અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે આજકાલ લોકોમાં વજન વધવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. હેલ્થ એક્સપર્ટના મતે શરીરનું વજન ઘટાડવા માટે વોક એટલે કે ચાલવું એક સારી આદત છે. જેના દ્વારા તમે શરીરની ફિટનેસની સાથે સારી બોડી પણ બનાવી શકો છો. જોકે, ફિટ રહેવા માટે તમારે દરરોજ કેટલું ચાલવું જોઇએ. આ મોટો સવાલ આપણા બધાના મનમાં વારંવાર ફરતો હે છે. આવો આજે અમે તમને આ વિશે વિગતવાર માહિતી આપી રહ્યા છીએ.
આટલા મિનિટ વોક રાખશે તમને ફિટ
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર જો તમારે તમારા શરીરનું વજન ઘટાડવું છે અને બોડીને સારો શેપ આપવો છે તો દરરોજ ઓછામાં ઓછું 3 વખત 20-20 મિનિટ ચાલવું જોઇએ. જે લોકોનું બ્લડપ્રેશર હાઈ અથવા લો રહે છે, તેમના માટે દરરોજ 3 વખત આ વોક રામબાણનું કામ કરે છે. આવા લોકોએ પ્રયાસ કરવો જોઇએ કે એક કલાક એક સાથે ચાલવાને બદલે તેને ટુકડા કરો અને દિવસમાં 3 વખત વોક કરો.
આ પણ વાંચો:- દિશા અને ટાઈગરના બ્રેકઅપનો ખુલ્યો ભેદ, જાણો કેમ બંને વચ્ચે આવ્યો રિલેશનશીપનો અંત
દરરોજ આટલા પગલાં ચાલવાનું રાખો
હવે સવાલ એ થયા છે કે, વજન કંટ્રોલ કરવા માટે આપણે દિવસભરમાં કેટલા પગલાં ચાલવા યોગ્ય છે. મેડિકલ એક્સપર્ટોનું કહેવું છે કે વેટ કંટ્રોલ કરવા માટે દરરોજ લગભગ 15 હજાર પગલાં ચાલવા યોગ્ય છે. જરૂરી નથી કે ચાલતી વખતે તમે આ પગલાં ગણો, પરંતુ બસ એક રફ આઇડિયા લઇ લો કે આટલા પગલાં તો જરૂરથી ચાલવાના છે. આ માટે અલગથી સમય કાઢવાની જરૂર નથી. જ્યાં પણ તમે કામ-કાજ કરો છો, ત્યાં તમે આટલા પગલાં ચાલીને શરીરને ફિટ રાખી શકો છો.
આ પણ વાંચો:- 520 km દોડશે આ ઇલેક્ટ્રિક કાર, માત્ર 90 મિનિટમાં ફૂલ ચાર્જ; જાણો ભારતમાં શું છે કિંમત
લિફ્ટથી રહો દૂર
આજકાલ દરેક વ્યક્તિ સુવિધાપસંદ થઈ ગયો છે. લોકો બીજા માળે જવા માટે પણ લિફ્ટનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં જો તમારે સારી ફિટનેસ જોઈતી હોય તો સૌથી પહેલા તમારે આ આદતને બદલવી પડશે. ટૂંકા અંતરની મુસાફરી કરવા માટે વાહનનો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરો. તેના બદલે ચાલતા અથવા સાયકલ દ્વારા ત્યાં જવાનો પ્રયાસ કરો. કોઈપણ કારણ વગર દિવસમાં 2-3 વખત ઘરની સીડીઓ ઉપર અને નીચે જાઓ. આમ કરવાથી તમારા શરીરને સારી કસરત મળશે.
આ પણ વાંચો:- હોઠના આકારથી જાણી શકાય છે માણસનું વ્યક્તિત્વ, છૂપાયેલા છે ઊંડા રાઝ
ઊંચાઈવાળા સ્થળોએ જાઓ ફરવા
જો તમે વધતી જતી ચરબીથી પરેશાન છો, તો એવી જગ્યાઓ પર ચાલવાને પ્રાથમિકતા આપો, જે થોડી ઉંચાઈ પર હોય. ઉદાહરણ તરીકે, પાર્કમાં બનાવેલા કૃત્રિમ પહાળો, સ્ટેડિયમની સીડીઓ, ફ્લાયઓવર ફૂટપાથ પર ચાલવા જઈ શકો છો. ઉપર તરફ ચાલતા સમયે શરીર પર વધારે તાણ આવે છે. જેના કારણે તમારી કેલરી ઝડપથી બર્ન થાય છે અને શરીરનું વજન ઘટવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube