Amla Juice: એ વાતમાં કોઈ શંકા નથી કે આમળા સ્વાસ્થ્યવર્ધક ફળ છે. પરંતુ આમળા દરેક વ્યક્તિને ફાયદો કરે એવું નથી. વિટામીન સીનો સોર્સ એવા આમળા વાળથી લઈને ત્વચા સહિત શરીરને અનેક લાભ કરે છે. પરંતુ આ લાભકારી આમળા કેટલાક લોકો માટે સમસ્યાનું કારણ પણ બની શકે છે. કેટલીક મેડિકલ કન્ડિશનમાં જો આમળાના રસનું સેવન કરવામાં આવે તો તે હાનિકારક સાબિત થાય છે. તેથી જ કેટલીક મેડિકલ કન્ડિશનમાં ડોક્ટરની સલાહ લીધા પછી જ આમળાના રસનું સેવન કરવું જોઈએ. જો તમને પણ આ 5 માંથી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તો આમળાનો રસ પીતા પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડોક્ટરની સલાહ લીધા પછી જ આમળાનું જ્યુસ પીવું નહીંતર ફાયદાને બદલે નુકસાન થવા લાગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Pomegranate: એક નહીં 6 બીમારીઓમાં ફાયદો કરે છે દાડમ, જાણીને રોજ ખાશો આ લાલ દાણા


પેટની સમસ્યા 


જે લોકોને પેટની સમસ્યાઓ હોય એટલે કે વારંવાર ગેસ, એસીડીટી, પેટમાં દુખાવો, અપચો થતો હોય તો આવા લોકોએ આમળાનો રસ ડોક્ટરને પૂછ્યા વિના પીવાનું શરૂ ન કરવું. પાચન નબળું હોય કે પાચનની સમસ્યા હોય તેવામાં આમળાનો રસ પીવાથી સમસ્યાઓ વધી શકે છે તેથી ડોક્ટરની સલાહ લેવી ઉચીત રહે છે. 


આ પણ વાંચો: Kidney Stone: કિડનીમાં પથરી વધારે છે આ 5 શાકભાજી, ખાતા હોય તો આજથી કરી દેજો બંધ


બ્લડ સુગરની સમસ્યા 


આમળાનો રસ ડાયાબિટીસના રોગીઓ માટે એક પ્રાકૃતિક ઉપાય હોઇ શકે છે પરંતુ વધારે પ્રમાણમાં આમળાનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ અચાનક વધી કે ઘટી પણ શકે છે. તેથી જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે આમળાનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. સૌથી બેસ્ટ રહે કે તમને ડાયાબિટીસ હોય તો ડોક્ટરનો સંપર્ક કર્યા પછી તેમની સલાહ અનુસાર આમળાનો રસ પીવો. 


આ પણ વાંચો: વરિયાળી ખાઈને વધેલા બ્લડ શુગરને કરો કંટ્રોલ, ડાયાબિટીસ હોય તેણે આ રીતે કરવો ઉપયોગ


ગર્ભાવસ્થા 


ગર્ભાવસ્થા દરમિયાન આમળાનું સેવન કરવાનું શરૂ કરો તે પહેલા ડોક્ટર સાથે વાત કરી લેવી. આમળામાં કેટલાક એવા તત્વો પણ હોય છે જે ગર્ભાવસ્થામાં અસર કરી શકે છે. 


બ્લડ થિનર દવા લેનાર 


જે લોકો બ્લડ થિનર દવાઓનું સેવન કરતા હોય તેમણે આમળાનો રસ લેતા પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો. આમળાના રસમાં પણ એવા ગુણ હોય છે જે રક્તને પાતળું કરે છે જો તમે ડોક્ટરને પૂછ્યા વિના દવાની સાથે આમળાનો રસ લેશો તો રક્તસ્ત્રાવની સમસ્યા થઈ શકે છે. 


આ પણ વાંચો: Knee Pain: ઘરમાં રહેલી આ 4 વસ્તુઓથી ઘૂંટણનો દુખાવો 1 અઠવાડિયામાં મટી જશે


આયોડિનની ખામી 


આમળાનો રસ આયોડિનના અવશોષણ અને પ્રભાવિત કરી શકે છે. જે લોકોના શરીરમાં આયોડિનની ઉણપ હોય અથવા તો થાયરોડ ની સમસ્યા હોય તેમણે આમળાનો જ્યુસ ડોક્ટરની સલાહ લીધા પછી જ પીવો. 
 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)