Fennel Seeds: વરિયાળી ખાઈને વધેલા બ્લડ શુગરને કરો કંટ્રોલ, ડાયાબિટીસ હોય તેણે આ રીતે કરવો મુખવાસનો ઉપયોગ
Fennel Seeds: ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા પોતાના બ્લડ શુગર લેવલને ધ્યાનમાં રાખવું પડે છે. ખાસ કરીને ખાવાપીવાને લઈને સજાગ રહેવું જરૂરી છે. કારણ કે બ્લડ શુગર લેવલ વધી જાય તો હાલત ગંભીર પણ થઈ શકે છે. જો કે મુખવાસમાં ખવાતી વરિયાળી બ્લડ શુગરને કંટ્રોલમાં રાખી શકે છે.
Trending Photos
Fennel Seeds: ખરાબ લાઈફસ્ટાઈલ, આહાર, સ્ટ્રેસ અને અન્ય કારણોને લીધે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ડાયાબિટીસની બીમારીમાં બ્લડ સુગર કંટ્રોલ ન રહે તો વધેલું બ્લડ સુગર લેવલ શરીરના આ અંગોને ગંભીર રીતે પ્રભાવિત કરી શકે છે. કેટલાક કેસમાં ડાયાબિટીસના કારણે આંખની રોશની પર પણ અસર પડે છે.
તેથી જ ડાયાબિટીસ હોય તો લાઈફસ્ટાઈલ અને ખાસ કરીને આહારમાં ફેરફાર કરવો જરૂરી છે. દવાની સાથે આ બે વસ્તુ કરીને બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. આ સિવાય કેટલાક ઘરેલુ નુસખા પણ છે જે તમને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.. જો તમે વરીયાળીનું સેવન કરો છો તો બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં કરવામાં મદદ મળે છે.
વરીયાળીમાં ફાઇબર, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ જેવા તત્વો હોય છે. વરીયાળીનો ઉપયોગ ઘરમાં મુખવાસ તરીકે સૌથી વધુ કરવામાં આવે છે. મુખવાસ તરીકે ખવાતી વરીયાળીમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે. તેમાં એવા તત્વ પણ હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.. તો ચાલો તમને જણાવીએ વરિયાળીનું સેવન કઈ રીતે કરવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
વરીયાળીનો ઉપયોગ ડાયાબિટીસમાં ફાયદો થાય તે માટે કરવો હોય તો વરિયાળીને કાચી ખાવાની ટેવ પાડો. ખાવા પીવાની વસ્તુઓમાં તેને મસાલા તરીકે વાપરીને પણ લઈ શકાય છે. ડાયાબિટીસમાં વરીયાળીનું તેલ અને વરીયાળી બંને ફાયદાકારક સાબિત થાય છે. વરીયાળીનું શરબત પણ પી શકાય છે પરંતુ તેમાં ખાંડ ઉમેરવાનું ટાળવું.
ડાયાબિટીસના દર્દીઓને વરિયાળીની ચા સૌથી વધુ ફાયદો કરે છે. તેના માટે એક વાસણમાં એક કપ પાણી ઉકાળો અને તેમાં એક ચમચી વરિયાળી અને આદુ ઉમેરો. બંને વસ્તુને ધીમા તાપે ઉકળવા દો. 10 થી 15 મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર કરેલી ચાને ગાળી અને ગરમ હોય ત્યારે જ પી લેવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે