નવી દિલ્હીઃ આજના સમયમાં હૃદયના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને તેમાંથી એક સમસ્યા છે હાર્ટ બ્લોકેજ. આપણી બદલાયેલી લાઇફસ્ટાઇલ અને ખાનપાનને કારણે આ સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. હાર્ટ બ્લોકેજ થવા પર હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે અને ધીમા પડી જાય છે. હંમેશા હાર્ટ બ્લોકેજના મોટા ભાગના કેસ 30 વર્ષ બાદ જોવા મળે છે. જો તમે તમારા રૂટીનમાં કેટલીક આદતો અપનાવો તો હાર્ટ બ્લોકેજથી બચી શકો છો. આવો જાણીએ તમે કઈ-કઈ આદતો અપનાવી હાર્ટ બ્લોકેજથી બચી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીલા શાકભાજીનું સેવન
લીલા શાકભાજીમાં ફાઇબર, વિટામિન અને મિનરલ્સ હોય છે, જે હાર્ટ માટે ખુબ ફાયદાકારક હોય છે. દરરોજ પાલક, બ્રોકલી અને મેથી જેવા લીલા શાકભાજીનું સેવન કરો. આ શાકભાજી કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હાર્ટને મજબૂત બનાવે છે. 


ફળનું સેવન કરો
ફળમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન્સ હોય છે, જે હાર્ટને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. સફરજન, સંતરા અને બેરીઝ જેવા ફળોનું સેવન કરો. આ ફળ હાર્ટની ધમનીઓને સાફ રાખે છે અને બ્લોકેજને રોકે છે.


આ પણ વાંચોઃ Shavasana Benefits: સૌથી સરળ યોગ છે શવાસન, રોજ સવારે કરવાથી શરીરને થાય છે આ 10 ફાયદા


દરરોજ કસરત કરો
દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો. ચાલવું, દોડવું, સાઇકલ ચલાવવી કે યોગા કરવા હાર્ટના સ્વાસ્થ્ય માટે સારા છે. આ રક્ત પરિભ્રમણને સુધારે છે અને હૃદયને મજબૂત બનાવે છે. નિયમિત કસરતથી બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.


નટ્સ અને બીજનું સેવન કરો
બદામ, અખરોટ અને ચિયા બીજ જેવા નટ્સ અને બીજ હાર્ટ માટે ફાયદાકારક છે. તેમાં સારા ફેટ્સ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે. દરરોજ એક મુઠ્ઠી નટ્સ ખાવાથી હાર્ટનું સ્વાસ્થ્ય સારૂ રહે છે. 


વધુ પાણી પીવો
પાણી શરીરમાંથી કચરો બહાર કાઢે છે અને લોહીને પાતળું રાખે છે. દરરોજ ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવો. પાણી પીવાથી હાર્ટની ધમનીઓમાં બ્લોકેજનો ખતરો ઓછો થાય છે. 


આ પણ વાંચોઃ લિવરના સ્વાસ્થ્ય માટે 5 સૌથી બેસ્ટ ફૂડ કયાં-કયાં છે? ડાયટીશિયને જણાવ્યા નામ


ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો
ધૂમ્રપાન અને દારૂ હાર્ટ માટે નુકસાનકારક છે. તેનાથી દૂર રહો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો. ધૂમ્રપાન છોડવાથી હાર્ટની બીમારીનો ખતરો ખુબ ઘટી જાય છે.


તણાવ ઘટાડો
તણાવ હાર્ટની બીમારીઓનું એક મોટું કારણ છે. ધ્યાન, યોગ અને સારી ઊંઘથી તણાવ ઘટાડો. દરરોજ ધ્યાન કરવાથી મન શાંત રહે છે અને હાર્ટનું સ્વાસ્થ્ય પણ સારૂ થાય છે. 


બેલેન્સ ડાયટ લો
જંક ફૂડ અને તળેલી વસ્તુઓ ખાવાથી બચો. સંતુલિત આહારમાં શાકભાજી, ફળ, દાળ અને આખા અનાજને સામેલ કરો. સંતુલિત આહારથી શરીરને બધા જરૂરી પોષક તત્વો મળે છે અને હાર્ટ હેલ્ધી રહે છે. 


Disclaimer
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.