Health Tips: જિંદગીનું સૌથી મોટું સુખ નિરોગી શરીર છે. શરીરની રોગી હોય તો દુનિયાના દરેક સુખનો આનંદ માણી શકાય છે પરંતુ જો શરીર બીમારીઓથી ગ્રસ્તિત હોય તો કોઈપણ સુખ માણી શકાતું નથી. આપણું શરીર કેટલું તંદુરસ્ત રહેશે તેનો આધાર સવારની કેટલીક આદતો પર હોય છે. મોટાભાગના લોકોને સવારે ઊઠીને તુરંત ચા કે કોફી પીવાની ટેવ હોય છે. પરંતુ આયુર્વેદ અનુસાર આ આદત ખૂબ જ નુકસાનકારક છે. આમ કરવાથી પેટમાં ગેસ વધે છે અને શરીર ડિહાઈડ્રેટ થઈ જાય છે. આયુર્વેદ અનુસાર જો શરીરને તંદુરસ્ત રાખવું હોય તો સવારે સૌથી પહેલા પાણી પીવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાલી પેટ પીવું જોઈએ પાણી


આ પણ વાંચો:


Mulethi Benefits: મુલેઠીથી એકવારમાં શરદી-ઉધરસનું કામ થશે તમામ, જાણો ઉપયોગ કરવાની રીત


દૂધ સાથે બધું મિક્સ કરજો પણ આ 4 વસ્તુ ભુલથી પણ ન કરવી મિક્સ, આ દૂધ તમને કરશે બીમાર


Health Tips: દહીં-ખાંડ ખાવા શા માટે ગણાય છે શુભ ? જાણો આયુર્વેદમાં જણાવેલા 6 કારણો


સવારની શરૂઆત પાણી પીને કરવી જોઈએ. જોકે વ્યક્તિએ કેટલું પાણી પીવું તે તેના શરીરની જરૂરિયાત પર આધાર રાખે છે. જો તમારા શરીરની જરૂરિયાત એક ગ્લાસ પાણીથી પૂરી થઈ જાય છે તો બે થી ત્રણ ગ્લાસ પાણી ન પીવું. સવારે પાણી પીવાથી શરીરનો વાત દોષ શાંત થાય છે અને કબજિયાત દૂર થાય છે.


માટીના ઘડાનું પાણી પીવું


આયુર્વેદ અનુસાર માટીના ઘડામાં રાખેલું પાણી પીવું સૌથી વધારે ફાયદાકારક છે. માટીના ગળામાં રાખેલું પાણી દરેક વાતાવરણમાં એક જેવું હોય છે. આ સિવાય તમે ચાંદી કે તાંબાના વાસણમાં રાખેલું પાણી પણ સવારે પી શકો છો. જે લોકોને બ્લડ પ્રેશર ની તકલીફ હોય તેમણે તાંબાના વાસણમાં રાખેલું પાણી ન પીવું. 


પાણી પીતી વખતે આ વાતનું રાખો ધ્યાન


સવારે જ્યારે તમે પાણી પીવો ત્યારે વાતાવરણનું ખાસ ધ્યાન રાખવું. જેમ કે ઠંડી શરૂ થાય ત્યારે પાણી હુંફાળું ગરમ કરીને પીવું જોઈએ તેનાથી ગળું અને પેટ તંદુરસ્ત રહે છે. ગરમી દરમિયાન ઘડામાં રાખેલું પાણી અથવા તો રૂમ ટેમ્પરેચર પર હોય તેવું પાણી પીવું જોઈએ. તમે હુંફાળા ગરમ પાણીમાં હળદર ઉમેરીને પણ પી શકો છો તેનાથી લીવર સંબંધિત સમસ્યા દૂર થવા લાગે છે.


આ પણ વાંચો:


કાન્હાની પ્રિય પંજરી સ્વાસ્થ્ય માટે લાભકારી, જાણો બનાવવાની રીત અને તેના લાભ વિશે


Health Tips: કેળા સાથે આ ફળ ખાવાની ન કરવી ભુલ, એકસાથે ખાવાથી શરીરમાં ફેલાશે ઝેર


પાચનતંત્ર રહેશે મજબૂત


આયુર્વેદ અનુસાર રાત્રે ઊંઘ્યા પછી શરીરમાં ઘણા હાનિકારક ટોક્સિન બને છે. તેવામાં સવારે ખાલી પેટ જો તમે પાણી પીવો છો તો તેનાથી શરીરમાં ગયેલા ટોક્સિન બહાર નીકળી જાય છે. સાથે જ આંતરડાની ગંદકી પણ દૂર થાય છે. સવારે ખાલી પેટ પાણી પીવાથી પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)