Cold and Cough: શરદી ઉધરસના કારણે હાલત છે ખરાબ ? તો આજથી જ શરૂ કરો આ આયુર્વેદિક ઉપાય, તુરંત મળશે આરામ
Cold and Cough: આયુર્વેદમાં ઉધરસ માટે કેટલાક પ્રાકૃતિક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોની મદદથી તમે શરદી ઉધરસથી રાહત મેળવી શકો છો. જો તમને શરદી ઉધરસની હજુ શરૂઆત જ થઈ છે તો તુરંત જ આ આયુર્વેદિક ઉપાય કરો તેનાથી રાહત પણ તુરંત મળી જશે.
Cold and Cough: ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. વર્ષ દરમિયાનની આ ઋતુ એવી હોય છે જ્યાં સ્વાસ્થ્યને લઈને બેદરકારી રાખવામાં આવે તો બીમારી શરીરને પકડી લે છે. ખાસ કરીને શરદી ઉધરસ. શિયાળામાં જો શરદી ઉધરસ થઈ જાય તો તે પરેશાન કરી દે છે. શરદી ઉધરસના કારણે વ્યક્તિની હાલત બગડી જાય છે. ખાસ કરીને શરદી અને ઉધરસ સૌથી વધુ રાતના સમયે સતાવે છે.. સતત આવતી ઉધરસ અને શરદીના કારણે ઊંઘ પણ બરાબર થઈ શકતી નથી.
આ પણ વાંચો: અચાનક વધેલા બ્લડ સુગરને કંટ્રોલ કરવા ટ્રાય કરો આ 4 ઉપાય, નહીં દોડવું પડે દવાખાને
શિયાળામાં જ્યારે શરદી ઉધરસ થઈ જાય છે તો દવાથી ઝડપથી મટતા નથી. પરંતુ આયુર્વેદમાં ઉધરસ માટે કેટલાક પ્રાકૃતિક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોની મદદથી તમે શરદી ઉધરસથી રાહત મેળવી શકો છો. જો તમને શરદી ઉધરસની હજુ શરૂઆત જ થઈ છે તો તુરંત જ આ આયુર્વેદિક ઉપાય કરો તેનાથી રાહત પણ તુરંત મળી જશે.
આ પણ વાંચો: રાત્રે પાણી સાથે ખાઈ લેવી આ વસ્તુ, સવારે ટોયલેટમાં નીકળવા લાગશે બેડ કોલેસ્ટ્રોલ
મુલેઠી
મુલેઠી એક આયુર્વેદિક જડીબુટ્ટી છે જે ઉધરસમાં ખૂબ જ ફાયદાકારક છે. મુલેઠીનો ઉકાળો બનાવીને પીવાથી શરદી અને ઉધરસ થી રાહત મળે છે.
તુલસી
તુલસી પણ ઉધરસ માટે એક અસરકારક આયુર્વેદિક ઉપાય છે. તમે નિયમિત રીતે તુલસીના પાનને પાણીમાં ઉકાળી તેનો કાઢો બનાવીને પી શકો છો. આ ઉકાળો પીવાથી શરદી અને ઉધરસથી રાહત મળે છે.
આ પણ વાંચો: શિયાળામાં અચૂક ખાવી આ વસ્તુઓ, કડકડતી ઠંડીમાં પણ શરીરમાં રહેશે ગરમી અને સ્ફુર્તિ
મધ
મધમા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. હુંફાળા પાણીમાં મધ ઉમેરીને અથવા તો દૂધમાં મધ ઉમેરીને પીવાથી ગળાના દુખાવા અને ઉધરસથી રાહત મળે છે.
લસણ
લસણમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિ વાયરલ ગુણ હોય છે. લસણની કળીને ચાવીને ખાવાથી અથવા તો લસણની ચા પીવાથી શરદી ઉધરસ થી રાહત મળે છે.
આ પણ વાંચો: Coriander: સ્વાસ્થ્ય માટે ઔષધી છે કોથમીર, આ 5 ફાયદા મેળવવા શિયાળામાં તો રોજ ખાવી
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)