Health Tips: આ આયુર્વેદિક નુસખા વધારશે રોગ પ્રતિકારક શક્તિ, બદલતી ઋતુમાં નહીં પડો બીમાર
Health Tips: આયુર્વેદમાં ઇમ્યુનિટીના મજબૂત કરવા માટે કેટલાક ઉપાય જણાવ્યા છે. આયુર્વેદ અનુસાર શિયાળાની શરૂઆતમાં ગુલાબી ઠંડીના સમયમાં રોગ થવાનું જોખમ સૌથી વધારે હોય છે. આ ઋતુ દરમિયાન તાવ, શરદી અને ઉધરસ જેવી બીમારી ઝડપથી ફેલાય છે. આવી સ્થિતિમાં આયુર્વેદના ઉપાય તમારી ઇમ્યુનિટીને બુસ્ટ કરશે.
Health Tips: બદલતા વાતાવરણમાં ઘણી વખત લોકો બીમાર પડતા હોય છે. તેનું કારણ હોય છે કે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય છે. કોઈ બીમારી થાય તો તેનો ઈલાજ કરવા માટે દવા લેવી પડે છે. જોકે વારંવાર તમે બીમાર પડતા હોય તો સૌથી પહેલા એવા ઉપાય કરવા જોઈએ જેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય જો તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હશે તો કોઈ બીમારી થશે જ નહીં.
આયુર્વેદમાં ઇમ્યુનિટીના મજબૂત કરવા માટે કેટલાક ઉપાય જણાવ્યા છે. આયુર્વેદ અનુસાર શિયાળાની શરૂઆતમાં ગુલાબી ઠંડીના સમયમાં રોગ થવાનું જોખમ સૌથી વધારે હોય છે. આ ઋતુ દરમિયાન તાવ, શરદી અને ઉધરસ જેવી બીમારી ઝડપથી ફેલાય છે. આવી સ્થિતિમાં આયુર્વેદના ઉપાય તમારી ઇમ્યુનિટીને બુસ્ટ કરશે.
આ પણ વાંચો:
Health Tips: 40 ની ઉંમર પછી સ્લો થયેલા મેટાબોલિઝમને આ 6 રીતે કરી શકો છો બુસ્ટ
આ વિટામિનની ખામીના કારણે વારંવાર થાય મૂડ સ્વિંગ, આ વસ્તુનું સેવન કરવાથી દુર થશે ખામી
વધારે વજનથી લઈ પાચન સંબંધિત સમસ્યાને દુર કરે છે રસોડાની આ વસ્તુ, 10 મિનિટમાં થશે અસર
યોગ અને ધ્યાન
આયુર્વેદ અનુસાર ઇમ્યુનિટી બુસ્ટ કરવી હોય તો શરીરને તણાવ મુક્ત અને મનને શાંત રાખવું જરૂરી છે. રોજ યોગનો અભ્યાસ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને સ્ટ્રેસ પણ દૂર થાય છે. નિયમિત રીતે પ્રાણાયામ કરવાથી પણ ઇમ્યુનિટી મજબૂત થાય છે.
નાકમાં તેલ
નાકમાં તેલના ટીપા નાખવા એક આયુર્વેદિક પ્રક્રિયા છે. સવારે અથવા તો સાંજે નાકમાં તલ તેલ, નાળિયેરનું તેલ અથવા ઘી લગાડવાથી શ્વાસ સંબંધિત બીમારી દૂર થાય છે અને ઇમ્યુનિટી પણ સુધરે છે. આ સાથે જ એક ચમચી નાળિયેરનું તેલ મોઢામાં રાખી અને બે થી ત્રણ મિનિટ માટે તેને મોઢામાં ફેરવવું જોઈએ ત્યાર પછી ગરમ પાણીથી કોગળા કરવા.
આ પણ વાંચો:
Health Tips: ઈંડા અને ચિકન કરતાં વધારે પ્રોટીન હોય છે આ કઠોળમાં, જાણો તેના લાભ વિશે
હાર્ટ ફેઈલ થતા પહેલા શરીરમાં અનુભવાય છે આ 7 સમસ્યા, સમયસર સમજી લેવાથી બચી શકે છે જીવ
આયુર્વેદિક ઔષધીઓ
આયુર્વેદમાં ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે કેટલીક ઔષધીઓનું વર્ણન કરવામાં આવ્યું છે આ ઔષધીઓનું નિયમિત રીતે સેવન કરવાથી ઇમ્યુનિટી મજબૂત રહે છે. તેના માટે દિવસ દરમિયાન હળદર વાળું દૂધ, અશ્વગંધા, તુલસી સહિતની વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
ઉકાળા
ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે ઉકાળાનું સેવન પણ ફાયદાકારક ગણાવાયું છે. શરદી- ઉધરસ જેવી સમસ્યામાં ઉકાળો બનાવીને પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)