Lobia Benefits: ઈંડા અને ચિકન કરતાં પણ વધારે પ્રોટીન હોય છે આ કઠોળમાં, જાણો તેના લાભ વિશે

Lobia Benefits: સફેદ ચોળા એક સુપરફૂડ છે જે પ્રોટીનનું પાવરહાઉસ છે. તેનું સેવન કરવાથી આપણા શરીરને એક નહીં અનેક ફાયદા થાય છે. આ કઠોળ પોષક તત્વોનો ભંડાર હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સફેદ ચોળામાં પ્રોટીન, ફાઈબર, વિટામીન, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. તેને ખાવાથી શરીરને કેવા લાભ થાય છે તે પણ જાણો.

Lobia Benefits: ઈંડા અને ચિકન કરતાં પણ વધારે પ્રોટીન હોય છે આ કઠોળમાં, જાણો તેના લાભ વિશે

Lobia Benefits: પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે. પ્રોટીન આપણા સ્નાયુઓની મજબૂતી જાળવી રાખવા માટે જરૂરી છે. પ્રોટીન માટે સૌથી સારો સ્ત્રોત ઈંડા, ચિકન અને દૂધને માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બધા કરતાં પણ વધારે પ્રોટીન સફેદ ચોળા જેને લોબિયા પણ કહેવાય છે તેમાં હોય છે ? 

સફેદ ચોળા એક સુપરફૂડ છે જે પ્રોટીનનું પાવરહાઉસ છે. તેનું સેવન કરવાથી આપણા શરીરને એક નહીં અનેક ફાયદા થાય છે. આ કઠોળ પોષક તત્વોનો ભંડાર હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સફેદ ચોળામાં પ્રોટીન, ફાઈબર, વિટામીન, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. તેને ખાવાથી શરીરને કેવા લાભ થાય છે તે પણ જાણો.

આ પણ વાંચો:

સફેદ ચોળાના પોષક તત્ત્વો 

સફેદ ચોળામાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. 100 ગ્રામ કળોળમાં 25-30 ગ્રામ પ્રોટીન હોય છે અને 16-25 ગ્રામ ફાઇબર હોય છે. સફેદ ચોળા આયર્નનો સારો સ્ત્રોત છે. તેથી એનિમિયામાં આ કઠોળ ફાયદાકારક સાબિત છે કારણ કે તેમાં આયર્ન સારી માત્રામાં હોય છે. 100 ગ્રામ કઠોળમાં લગભગ 3.4 મિલિગ્રામ આયર્ન હોય છે. તેના નિયમિત સેવનથી લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને એનિમિયાના લક્ષણોને ઘટાડવામાં મદદ મળે છે.  

વજન ઘટાડવામાં મદદરુપ

આ કઠોળમાં રહેલું ઉચ્ચ પ્રોટીન અને ફાઈબર ભૂખ ઓછી કરે છે અને પેટ ભરેલું રાખે છે. આ કઠોળ ઓછી કેલરીવાળો ખોરાક સાબિત થાય છે. જેના કારણે તમે વધારે ભોજન કરવાથી બચી જાઓ છો. તેનાથી પાચનક્રિયા પણ સુધરે છે. આ બધા કારણોથી વજન ઘટાડવામાં સફેદ ચોળા ખૂબ જ લાભકારી સાબિત થાય છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

ડાયાબિટીસના દર્દીઓને એવા આહારનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે જે તેમના બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે. સફેદ ચોળા આવું જ સુપરફૂડ છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news