Ayushman Bharat Yojana: કોઈ પણ બીમારીની સારવાર કરાવવા માટે જ્યારે તમે હોસ્પિટલ પહોંચો છો તો ત્યાં બીમારીની સારવારનો ખર્ચ જાણીને તમારા હોશ ઉડી જાય છે. કોઈ પણ નાનામાં નાની બીમારી ઠીક કરાવવા જ્યારે ખાનગી હોસ્પિટલ પહોંચો તો ખર્ચો હોશ ઉડાવી દે તેવો હોય છે. એટલે કે ગરીબો માટે તો જાણે આવી હોસ્પિટલમાં ઈલાજ કરાવવો એ અશક્ય જેવું બનતું હોય છે. આથી કેન્દ્ર સરકાર તરફથી આયુષ્યમાન ભારત યોજના ચાલી રહી છે. જેમાં દેશના કરોડો ગરીબોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળી રહી છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ કઈ કઈ મોટી સર્જરીઓ કવર થાય છે તે ખાસ જાણવા જેવું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક બીમારીઓની સારવાર
આયુષ્યમાન ભારત યોજના હેઠળ પહેલા 1760 પ્રકારની બીમારીઓની સારવાર થતી હતી. પરંતુ ત્યારબાદ તેમાંથી 196 બીમારીઓ અને સર્જરીઓને અલગ કરી દેવાઈ. એટલે કે પ્રાઈવેટ હોસ્પિટલોમાં આવી બીમારીઓની યોજના હેઠળ સારવાર બંધ થઈ ગઈ. જેમાં મોતિયો, સર્જિકલ ડિલિવરી, એપેન્ડિસ્ક, હાર્નિયા, હાઈડ્રોસિલ, પુરુષ નસબંધી, ડિસેન્ટ્રી, એચઆઈવી વિથ કોમ્પલિકેશન, યુટીઆઈ, અને મેલેરિયા સહિત કેટલીક  બીમારીઓ સામેલ હતી. 


કેન્સર જેવી બીમારી માટે રામબાણ ઇલાજ છે આ સુપરફૂડ, બીજા અઢળક છે ફાયદા


આ સર્જરીમાં મળે છે લાભ
હવે વાત એવી સર્જરીઓની કરીએ જે આયુષ્યમાન ભારત યોજના યોજના હેઠળ લાભ મળી શકે છે. જેમાં પ્રોસ્ટેટ કેન્સર, ડબલ વોલ્વ રિપ્લેસમેન્ટ, કોરોનરી આર્ટરી બાયપાસ, પલ્મનરી વોલ્વ રિપ્લેસમેન્ટ, સ્કલ બેસ સર્જરી, ટિશ્યુ એક્સપેન્ડર, પીડિયાટ્રિક સર્જરી, રેડિએશન ઓન્કોલોજી, ન્યૂરોસર્જરી, એન્જિયોપ્લાસ્ટી વિથ સ્ટેન્ટ જેવી સર્જરીઓ કરાવી શકાય છે. આ સર્જરી તમે યોજના હેઠળ આવનારી પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ કરાવી શકો છો. 


Health Tips: જાણો આયુર્વેદ અનુસાર કયા સમયે પાણી પીવું શરીર માટે સૌથી વધુ ફાયદાકારક


આંકડા મુજબ 80થી વધુ લોકો આયુષ્યમાન ભારત યોજના હેઠળ પ્રાઈવેટ હોસ્પિટલોમાં જ સારવાર કરાવે છે. જો કે મોટી અને તમામ પ્રાઈવેટ હોસ્પિટલો આ યોજના હેઠળ આવતી નથી. દર વર્ષે કરોડો લોકો આયુષ્યમાન ભારત યોજના હેઠળ પોતાની મફત સારવાર કરાવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube