New Symptom Of Diabetes: ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ભારતમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે. ડાયાબિટીસના કુલ કેસ માંથી 90 ટકા કેસ ટાઈપ 2 ડાયાબિટીસના હોય છે. ડાયાબિટીસ થવા પર શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો વિશે તો તમે પણ જાણતા હશો. પરંતુ હવે ડાયાબિટીસના એક નવા લક્ષણ વિશે ખુલાસો થયો છે. જો શરીરમાં આ પ્રકારના ફેરફાર જણાય તો પણ તમને ડાયાબિટીસ હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


હવે આ પાંદડાવાળા શાકભાજી ખાવાનું કરી દેજો બંધ, ચોમાસામાં આ શાકમાં પડી જાય છે જીવડા


Monsoon: સુકી ઉધરસ માટે આ છે રામબાણ દવા, 10 રૂપિયામાં એક મહિનો ચાલે એટલી બનશે દવા


આ 5 વસ્તુ ખાવાનુ કરો શરુ, થોડા જ દિવસોમાં નાની યાદ કરાવી દેતો ઘૂંટણનો દુખાવો થશે દુર


એક રિપોર્ટ અનુસાર જો તમારા મોઢામાંથી અસામાન્ય ગંધ આવે તો તમને હાઈ બ્લડ સુગર હોઈ શકે છે. મોઢામાંથી ફળ જેવી ગંધ આવે તો તે ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે.  ડાયાબિટિક કીટોએસિડોસિસ શરીરની અંદર થતી એક પ્રક્રિયા છે જેમાં ઇન્સ્યુલિન ઓછું થવાના કારણે રક્તમાં હાનિકારક કીટોન્સ વધવા લાગે છે. જે ડાયાબિટીસનું એક અસામાન્ય લક્ષણ છે. દાવો કરવામાં આવે છે કે ડાયાબિટીસના કારણે શ્વાસમાંથી દુર્ગંધ પણ આવી શકે છે.


આ સ્થિતિમાં મોંમાં ગ્લૂકોઝનું સ્તર વધી જાય છે. બેક્ટેરીરિયા આ ગ્લૂકોઝનો ઉપયોગ પોતાના ભોજન તરીકે કર છે. તેવામાં દાંત અને પેઢામાં સંક્રમણનું જોખમ પણ વધી જાય છે. આ તકલીફના કારણે મોંમાંથી દુર્ગંધ આવવા લાગે છે. શ્વાસમાંથી ફળ જેવી ગંધ આવે તો તે ડાયાબિટિક કીટોએસિડોસિસ નામની ખતરનાક સ્થિતિનું લક્ષણ હોય છે. જ્યારે રક્તમાં વધારે કીટોન્સ જમા થાય છે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે. 


ડાયાબિટીસના સૌથી વધુ જોવા મળતા લક્ષણો


ઈજા થવા પર રુઝ ઝડપથી ન આવવી.
વારંવાર પેશાબ લાગવો.
તરસ વધારે લાગવી.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)