Honey: મધમાખીઓ દ્વારા મધ તૈયાર કરવામાં આવે છે. મધ એક હેલ્ધી નેચરલ સ્વીટનર છે. જેમાં વિટામિન, મિનરલ્સ, એન્ટી ઓક્સીડન્ટસ ભરપુર માત્રામાં હોય છે. આયુર્વેદથી લઈ મેડિકલ સાયન્સમાં મધને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે મધને કેટલીક વસ્તુઓ સાથે લેવામાં આવે તો તે ઝેર સમાન અસર કરે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે તમને 5 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને મધ સાથે ખાવાથી તે તેજાબ જેવી અસર કરે છે. મધ સાથે આ વસ્તુઓ લેવી જીવલેણ પણ સાબિત થઈ શકે છે. 


મધ સાથે ન લેવી આ 5 વસ્તુઓ


આ પણ વાંચો: Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધવાનું લક્ષણ હોય છે શરીરના આ 3 અંગોમાં થતો દુખાવો


ગરમ પાણી 


મધને ગરમ પાણીમાં મિક્સ કરવાથી તેના પોષકતત્વોનો નાશ થઈ જાય છે. પાણીના ઉચ્ચ તાપમાનના કારણે મધમાં રહેલા એંજાઈમ અને એન્ટી ઓક્સીડન્ટ ખતમ થઈ જાય છે. જેના કારણ મધ લાભને બદલે નુકસાન કરે છે. 


લીંબુનો રસ 


લીંબુનો રસ મધ સાથે લેવામાં આવે તો કેટલાક લોકોને તે નુકસાન કરી શકે છે. લીંબુના રસના અમ્લીય તત્વ અને મધ હાઈપર એસિડિટીનું કારણ બને છે. જેના કારણે પેટમાં બળતરા અને એસિડીટીની સમસ્યા થઈ શકે છે. 


આ પણ વાંચો: રોજ ખાલી પેટ 1 દાડમના દાણા ખાવાનું કરો શરુ, બેડ કોલેસ્ટ્રોલ, બીપી રહેશે કંટ્રોલમાં


દૂધ


મધ અને દૂધનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે. પરંતુ આ કોમ્બિનેશન કેટલાક લોકોને સ્વાસ્થ્ય સમસ્યા કરી શકે છે. મધ અને દૂધ સાથે લેવાથી દૂધની પ્રોટીન સંરચના બદલી જાય છે. જેનું પાચન મુશ્કેલ હોય છે. આ સિવાય કેટલાક લોકોને મધ અને દૂધ સાથે લેવાથી ગેસ પણ થાય છે. 


આદુ


મધ અને આદુનો રસ એકસાથે શરદી અને ઉધરસમાં લેવામાં આવે છે. પરંતુ આ બંને વસ્તુઓને સાથે લેવાથી ડાયજેશન બગડી શકે છે. તેનાથી પેટમાં બળતરા, દુખાવો અને અસુવિધા થઈ શકે છે. 


આ પણ વાંચો: Sprouted Methi: ડાયાબિટીસ, બેડ કોલેસ્ટ્રોલમાં દવાની જેમ જ અસર કરશે ફણગાવેલી મેથી


અખરોટ


અખરોટ અને મધને પણ સ્વાદિષ્ટ કોમ્બિનેશન ગણવામાં આવે છે. પરંતુ અખરોટમાં ફેટ વધારે હોય છે જે મધ સાથે મળી કેલેરી વધારે છે. તેના કારણે સ્થૂળતા વધી શકે છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)