Food Habit:આ રોટલી ખાવાથી હાડકા 100 વર્ષ સુધી રહેશે મજબૂત, યોગગુરુ બાબા રામદેવના મજબૂત હાડકાનું રહસ્ય આ છે
Food Habit: આ સ્થિતિથી બચવું હોય તો આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જેનું સમર્થન યોગગુરુ બાબા રામદેવ પણ કરે છે. જો તમને કહીએ કે રોટલી ખાઈને તમે હાડકાંને મજબૂત બનાવી શકો છો તો ? કદાચ વિશ્વાસ નહીં કરો. પરંતુ યોગ ગુરુ બાબા રામદેવે પોતે આ સ્વદેશી પદ્ધતિ વિશે જણાવ્યું છે
Food Habit: દેશમાં જીમ એ સામાન્ય થતું જાય છે. બદલાતી જતી ફૂડ હેબિટ અને કામના ટેન્શનોને કારણે શરીરને નુક્સાન થાય એ પહેલાં લોકો હવે શરીરને સાચવવા લાગ્યા છે. આજકાલ યુવાવસ્થામાં પણ હાડકાંની ઘનતામાં વધારો કરતા સપ્લિમેન્ટ્સનો આશરો લેવો પડે છે. જે વ્યક્તિના હાડકામાં જાન નથી તેનું શરીર મજબુત ન હોઈ શકે. કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ ઓસ્ટીયોપોરોસીસનું કારણ બની શકે છે. આ રોગમાં હાડકાં મજબૂતાઈ ગુમાવે છે અને નબળા પડી જાય છે.
આ પણ વાંચો: Habits That Damage Kidneys: આ 6 ભુલના કારણે જવાનીમાં જ કિડની થઈ જાય છે ડેમેજ
આ સ્થિતિથી બચવું હોય તો આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જેનું સમર્થન યોગગુરુ બાબા રામદેવ પણ કરે છે. જો તમને કહીએ કે રોટલી ખાઈને તમે હાડકાંને મજબૂત બનાવી શકો છો તો ? કદાચ વિશ્વાસ નહીં કરો. પરંતુ યોગ ગુરુ બાબા રામદેવે પોતે આ સ્વદેશી પદ્ધતિ વિશે જણાવ્યું છે અને નવાઈની વાત એ છે કે તમારે આ તાજી રોટલી નહીં પણ વાસી રોટલી ખાવાની છે.
બાજરીની વાસી રોટલીના લાભ
આ પણ વાંચો: એકવાર વાંચો અને યાદ રહી જાય, યાદશક્તિને એટલી સારી બનાવે છે આ 4 આયુર્વેદિક જડીબુટ્ટીઓ
બાબા રામદેવે જણાવ્યું છે કે તેઓ નાનપણથી જ સવારે વાસી બાજરીની રોટલી ખાય છે. આ કારણે આજે પણ તેમના હાડકાં મજબૂત છે અને આ રોટલી 100 વર્ષ સુધી હાડકાંને મજબૂત બનાવી શકે છે. તેને રાતે જ તૈયાર કરો અને બીજા દિવસે સવારે નાસ્તામાં દેશી સફેદ માખણ સાથે ખાઓ.
બાજરી 100 વર્ષ સુધી હાડકાંને મજબૂત રાખશે
આ પણ વાંચો: Bottle Gourd: આ 5 સમસ્યા હોય તેમણે ન ખાવી દૂધી, ખાવાથી બગડી શકે છે તબિયત
કુદરતી આથાને કારણે બાજરીની રોટલી વાસી થાય ત્યારે સરળતાથી પચી જાય છે. 30 વર્ષની ઉંમર વટાવ્યા પછી અઠવાડિયામાં ત્રણ-ચાર વાર બાજરીના રોટલા ખાવા જોઈએ. તે શરીરમાં ફોસ્ફરસ, પ્રોટીન અને કેલ્શિયમ હાડકાંની ઘનતા જાળવી રાખે છે અને ઓસ્ટીયોપોરોસીસનું જોખમ ઘટાડે છે.
ગુંદરના લાડુ પણ અવશ્ય ખાવા
જાણીતા યોગગુરુએ બાજરીના રોટલા સાથે ગુંદરના લાડુ ખાવાની પણ સલાહ આપી છે. આ લાડુમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. તે તમારા સ્નાયુઓને મજબૂત અને હાડકાંને મજબૂત બનાવે છે. ભારતમાં, તે પ્રાચીન સમયથી મજબૂતી અને શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે.
આ પણ વાંચો: ઈંડા અને માંસ કરતા પણ વધારે શક્તિશાળી છે આ વસ્તુ, ખાવાથી શરીરને મળશે ભરપુર પ્રોટીન
સફેદ માખણ ફાયદાકારક
બજારમાં મળતા માખણ કરતાં ઘરે બનાવવામાં આવતું સફેદ માખણ લાખ ગણું આરોગ્યપ્રદ છે. તેમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે અને તેમાં વિટામિન ડી, કેલ્શિયમ, પ્રોટીન હોય છે. તે સાંધાઓના લુબ્રિકેશનને વધારે છે જેથી તમને ચાલવામાં અથવા કામ કરવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. તેથી બાજરીની વાસી રોટલી સાથે આ માખણ ખાઈ શકાય છે.
(Disclaimer: આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)