Banana Side Effect: કેળા એવું ફળ છે જેને નાના-મોટા સૌ કોઈ પસંદ કરે છે. કેળા પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. કેળા ખાવાથી સ્વાસ્થ્ય લાભ પણ થાય છે કારણ કે કેળામાં ઘણા પોષકતત્વો હોય છે. મોટાભાગના લોકો કેળા ખાતા હોય છે અને તેમને કોઈ સમસ્યા પણ થતી નથી. પરંતુ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દર્દીએ કેળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો આ સમસ્યાઓમાં કેળાનું સેવન કરવામાં આવે તો તેનાથી ફાયદાને બદલે નુકસાન થાય છે. તો ચાલો તમને જણાવીએ કઈ કઈ સ્વાસ્થ્ય સમસ્યામાં વ્યક્તિએ કેળા ખાવાનું ટાળવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયાબિટીસ


જે વ્યક્તિને ડાયાબિટીસ હોય અને બ્લડ સુગર વધારે રહેતું હોય તો તેમણે કેળું ખાવું જોઈએ નહીં. કારણ કે કેળામાં નેચરલ શુગર વધારે હોય છે તેના કારણે ડાયાબિટીસના દર્દીનું શુગર લેવલ વધી શકે છે. 


આ પણ વાંચો:


Headache: માથાના દુખાવાથી છો પરેશાન ? આ 3 ટીપ્સ તુરંત દેશે આરામ


Health Tips: દરેક વ્યક્તિ માટે ફાયદાકારક નથી ફણગાવેલા કઠોળ, આ લોકો માટે છે હાનિકારક


ડાયાબિટીસના દર્દી દિવસની શરુઆત આ વસ્તુ ખાઈને કરે તો થાય છે ગજબના ફાયદા


કિડનીની સમસ્યા


કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. તેવામાં કિડનીની તકલીફ હોય તેવા લોકો માટે કેળા હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી કિડની સંબંધિત તકલીફ હોય તેમણે કેળાનું સેવન કરવું નહીં.


કબજિયાત


જે લોકોને વારંવાર પેટમાં ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેતી હોય તેમણે પણ કેળાનું સેવન ટાળવું જોઈએ. કેળા ખાવાથી આ તકલીફ વધી શકે છે.


અસ્થમા


અસ્થમાના દર્દીઓએ પણ કેળા ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે કેળા ખાવાથી શ્વાસ સંબંધિત તકલીફ વધી શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)