Home remedies for Acidity: એસીડીટી એક એવી સ્વાસ્થ્ય સમસ્યા છે જે લગભગ દરેક વ્યક્તિને ક્યારેક તો થાય જ છે. ખાવા પીવાના સમયમાં ફેરફાર થાય કે તળેલું કે મસાલેદાર ભોજન કર્યું હોય તો એસીડીટી થઈ જાય છે. એસીડીટીમાં ખાટા ઓડકાર આવે છે અને છાતીમાં બળતરા પણ થાય છે. આવી સ્થિતિમાં લોકો વધારે પાણી પીવા લાગે છે જેથી બળતરા શાંત થાય પરંતુ એસિડિટીમાં વધારે પાણી પીવું હાનિકારક સાબિત થાય છે. તેનાથી એસિડિટી મટવાને બદલે વધી શકે છે. આયુર્વેદ અનુસાર જ્યારે એસિડિટીમાં તમે વધારે પાણી પીવો છો તો પિત્ત ઉપરની તરફ આવે છે. કારણે ગેસ, માથાનો દુખાવો અને ઉલટીની સમસ્યા પણ થવા લાગે છે. તેવામાં એસિડિટીથી દવા વિના તુરંત રાહત મેળવવી હોય તો જવનું પાણી કે ઉકાળો પીવો જોઈએ. આયુર્વેદ અનુસાર જવનું પાણી એસીડીટીના દર્દીઓને ફાયદો કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: માઈગ્રેનના દુખાવામાં નહીં ખાવી પડે દવા, આ દેશી ઉપચાર માથાના દુખાવાથી અપાવશે છુટકારો


આયુર્વેદ નિષ્ણાંતો અનુસાર જ્યારે એસીડીટી થઈ હોય ત્યારે જો વ્યક્તિ વધારે પાણી પીવે તો પિત્તની સમસ્યા પણ વધી જાય છે અને ગેસ પણ થાય છે. આવી સ્થિતિમાં પાણી પીવું હોય તો તેમાં જવ ઉમેરીને પીવું જોઈએ. એસીડીટી વારંવાર થતી હોય તેમણે જવનો ઉકાળો બનાવીને પીવો જોઈએ. આ ઉકાળો કેવી રીતે બનાવવો તે પણ જાણી લો. 


એસીડીટી માટેનો ઉકાળો 


આ પણ વાંચો: Cardamom Water: સવારે ખાલી પેટ લીલી એલચીનું પાણી પીવાથી થાય છે ચમત્કારી ફાયદા


જવનો ઉકાળો બનાવવા માટે બે લીટર પાણીમાં એક મુઠ્ઠી જવ, પીપળી અને પરવળનું પાન ઉમેરીને ઉકાળો. પાણી બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. ઠંડા થયેલા પાણીને બોટલમાં ભરેલો. હવે આ પાણીને જ્યારે તરસ લાગે ત્યારે થોડું થોડું પીવું. જે લોકોને અવારનવાર એસીડીટી થતી હોય તેમણે આ પાણી નિયમિત પીવું જોઈએ તેનાથી એસિડિટીની સમસ્યાથી કાયમી મુક્તિ મળે છે. 


જવનું પાણી પીવાથી થતા અન્ય ફાયદા 


આ પણ વાંચો: વિટામિન બી 12 ની ઊણપ હોય તો ખાવા લાગો આ 4 શાકાહારી વસ્તુઓ, નહીં લેવા પડે ઇન્જેક્શન


- જવનું પાણી પીવાથી એસિડિટીથી તો  મુક્તિ મળે જ છે તેની સાથે શરીરને અન્ય ફાયદા પણ થાય છે. પા પાણી પીવાથી પેટ, લીવર, કિડની અને સ્કીન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. 


- જવનું પાણી પીવાથી રક્ત સાફ થાય છે તે રક્તમાં જામેલા ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. 


- જવનું પાણી પીવાથી હાર્ટનું સ્વાસ્થ્ય છે પણ સારું રહે છે. જવનું પાણી બેડ કોલેસ્ટ્રોલ દુર કરે છે અને ધમનીઓમાં જામેલા ફેટને દૂર કરે છે. 


આ પણ વાંચો: Diabetes: સ્વાદમાં ખાટ્ટા-મીઠા આ 5 ફળથી ડાયાબિટીસ રહેશે કંટ્રોલમાં, જાણો ખાવાની રીત


- જો તમે શરીર ગ્લો લાવવા ઈચ્છતા હોય તો જવનું પાણી બેસ્ટ છે. આ પાણી પીવાથી ચહેરા પર ચમક આવે છે અને ત્વચા સ્વસ્થ બને છે. તેનાથી ત્વચાની બનાવટમાં પણ સુધારો આવે છે અને ચહેરા પર તાજગી જળવાઈ રહે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)