Diabetes: સ્વાદમાં ખાટ્ટા-મીઠા આ 5 ફળથી ડાયાબિટીસ રહેશે કંટ્રોલમાં, જાણો ખાવાની સાચી રીત


Diabetes: ડાયાબિટીસ હોય તેમને બ્લડ સુગર વધી ન જાય તે વાતની ચિંતા રહેતી હોય છે. જોકે આ ચિંતાથી મુક્ત થવામાં કેટલાક ફળ મદદ કરી શકે છે. કેટલાક ખાટા મીઠા ફળ એવા હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ફળ ડાયાબિટીસના દર્દીઓને વિશેષ ફાયદો કરે છે. જો તમે પણ બ્લડ સુગર લેવલ વધી જવાના કારણે ચિંતામાં હોય તો આ પાંચ ફળનું સેવન કરવાનું રાખો તેનાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળશે. 
 

જાંબુ

1/6
image

જાંબુમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. તેનાથી બ્લડ સુગર ઝડપથી વધતું નથી. તેમાં ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે નિયમિત એક મુઠ્ઠી જાંબુ ખાઈ શકો છો. 

સફરજન 

2/6
image

ડાયાબિટીસના દર્દીઓ માટે સફરજન પણ ફાયદાકારક હોય છે. તેમાં નેચરલ શુગર હોય છે જે શરીરને નુકસાન કરતી નથી. તેમાં પેક્ટિન પણ હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દિવસ દરમિયાન એક સફરજનનું સેવન ફાયદો કરે છે. 

કીવી

3/6
image

કીવી પણ સ્વાદિષ્ટ ફળ હોય છે. કિવીમાં વિટામિન સી, વિટામીન કે અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 

દ્રાક્ષ 

4/6
image

દ્રાક્ષ પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. દ્રાક્ષમાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસ હોય તેવો દિવસમાં એક નાની વાટકી દ્રાક્ષ ખાઈ શકે છે. 

નાશપતિ 

5/6
image

નાશપતિ પણ એવું ફળ છે જે ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદો કરે છે. નાશપતિ  ફાયબર અને વિટામિન સીથી ભરપૂર હોય છે. તેને ખાવાથી બ્લડ સુગર સ્થિર રહે છે. ડાયાબિટીસ હોય તો રોજ એક નાશપતિ છાલ સહિત ખાવું જોઈએ.

6/6
image