High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હાર્ટ સંબંધિત હોય છે. જો બ્લડ પ્રેશર કંટ્રોલમાં ન રહે અને હાર્ટ પેશન્ટ તેને મેનેજ ન કરે તો અસમય મોતનું જોખમ પણ ઊભું થાય છે. આમ તો હાઈ બીપી માટેની દવાઓ અને સારવાર સરળતાથી ઉપલબ્ધ છે. પરંતુ જો એક વખત તમે હાઈ બ્લડ પ્રેશરની દવા લેવાની શરૂઆત કરી દીધી તો તેને બંધ કરવાનો કોઈ વિકલ્પ નથી. પછી તમારે નિયમિત તે દવા લેવી જ પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Raw Mangoes: શરીરને થતા આ 6 ફાયદા માટે ગરમીના દિવસોમાં રોજ ખાવી જોઈએ કાચી કેરી


આ જ કારણ છે કે હેલ્થ એક્સપર્ટ પણ હાઈ બ્લડ પ્રેશરમાં સ્થિતિ ગંભીર ન હોય તો સ્વસ્થ જીવન શૈલી અને આહારની આદતોમાં સુધાર કરીને બ્લડપ્રેશરને કંટ્રોલ કરવાની સલાહ આપે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં એક લાલ જ્યુસ નેચરલ રેમેડી તરીકે કામ કરે છે. આ જ્યુસ પીવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. 


નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ અનુસાર બીટનું જ્યુસ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે દવા જેવું કામ કરે છે. બીટનો રસ એવા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. નિયમિત તેનું સેવન કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે. 


આ પણ વાંચો: Health Tips: ભીષણ ગરમીમાં હાર્ટને હેલ્ધી રાખવું હોય તો આ 10 વાતોનું રાખો ધ્યાન


હેલ્થ એક્સપર્ટ અનુસાર 4 અઠવાડિયા સુધી જો રોજ 250 ml બીટનો રસ પીવામાં આવે તો હાઈપરટેન્શનના દર્દીનું બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે. આ પરિણામ એક સંશોધન પછી સામે આવ્યું હતું. સંશોધનમાં ચાર અઠવાડિયા સુધી 250 ml જ્યુસ દર્દીઓને પીવડાવવામાં આવ્યું હતું અને આ દરમિયાન તેમણે બીપીની દવા પણ લીધી ન હતી. તો પણ તેમનું બીપી કંટ્રોલમાં જણાતું હતું. 


હેલ્થ એક્સપર્ટનું જણાવું છે કે બીટમાં નેચરલ રીતે સારા એવા પ્રમાણમાં નાઈટ્રેટ હોય છે. જેને શરીર નાઈટ્રિક ઓક્સાઇડમાં બદલે છે. આ યૌગિક રક્તવાહિકાને પહોળી કરે છે અને બ્લડ સુધારે છે. જેના કારણે બીપી ઓછું થાય છે. 


આ પણ વાંચો: દાંત, પેઢા અને સાંધાના દુખાવામાં જોરદાર ફાયદો કરે છે ફટકડી, જાણો ઉપયોગ કરવાની રીત


બીટનો રસ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. નિયમિત તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશરમાં જ નહીં પરંતુ એનિમિયા, લીવર હેલ્થ અને શરીરની અન્ય સમસ્યામાં પણ ફાયદો થાય છે. જોકે જે લોકોને કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે બીટના રસનું સેવન ડોક્ટરની સલાહ પછી જ કરવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)