અમદાવાદઃ ફળના રાજા કેરીની એન્ટ્રી થઈ ગઈ છે. માર્કેટમાં આ દિવસોમાં ઘણી કેરીઓ વેચાઈ રહી છે. ઉનાળામાં કેરી જોવાની સાથે મોઢામાં પાણી આવી જાય છે. જો તમે પણ કેરી ખાવાના શોખીન છો તો જાણી લો કેરી ખાવાની સાચી રીત કઈ છે. હંમેશા લોકો કેરી ખાવા સમયે ભૂલ કરતા હોય છે, જેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. સ્વાદના ચક્કરમાં સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તેથી અમે તમને આજે કેરી ખાવાની રીત જણાવી રહ્યાં છીએ. તમારે કેરી ખાવાની અડધો કલાક પહેલા આ કામ જરૂર કરવું જોઈએ. તેનાથી કેરી ખાવાના ભરપૂર ફાયદા મળશે અને કોઈ નુકસાન થશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરી ખાતા પહેલા કેમ પલાળીને રાખવી જોઈએ
ફાઇટિક એસિડ નિકળી જાય છે
- કેરીમાં નેચરલી ફાઇટિક એસિડ નામનો પદાર્થ હોય છે, જેને એન્ટી-ન્યૂટ્રિએન્ટ માનવામાં આવે છે. આ એસિડ શરીરમાંથી કેલ્શિયમ, આયરન અને ઝિંક જેવા મિનરલ્સના વપરાશને રોકે છે. તેનાથી શરીરમાં મિનરલ્સની કમી થઈ શકે છે. તેથી કેરી ખાતા પહેલા તેને થોડો સમય પલાળીને રાખતા કેરીનો વધારાનો ફાઇટિક એસિડ નિકળી જાય છે.


આ પણ વાંચોઃ ડુંગળીના રસમાં આ 3 વસ્તુ ભેળવીને લગાવો, થોડા દિવસમાં સફેદ વાળ કાળા થવા લાગશે


કીટનાશકો ઓછા થાય છે- કેરીને પકવવા માટે ઘણા પ્રકારના કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. તે કેમિકલ પેટ અને પાચન સાથે જોડાયેલી સમસ્યા ઉભી કરી શકે છે. જેનાથી માથામાં દુખાવો, કબજીયાત અને બીજી સમસ્યા થઈ શકે છે. તે હાનિકારક કેમિકલ્સ ત્વચા, આંખ અને શ્વાસ લેવામાં બળતરા કરી શકે છે. તેથી તમે કેરી ખાતા પહેલા અડધો કલાક પાણીમાં પલાળીને જરૂર રાખો.


કેરીની ગરમી થાય છે ઓછી- પાણીમાં પલાળી રાખવાથી કેરીની ગરમી ઓછી થાય છે. કેરીની તાસીર થોડી ગરમ હોય છે. તેના વધુ સેવનથી કેટલાક લોકોના ચહેરા પર ફોલ્લીઓ થાય છે. ઘણીવાર ઉબકા અને ઉલટીની સમસ્યા થઈ શકે છે. પાણીમાં પલાળીને કેરીની ગરમી ઓછી થઈ જાય છે.