Heart Attack Early Sign: દુનિયાભરમાં થતા મૃત્યુમાં સૌથી વધુ મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોય છે. છેલ્લા કેટલાક સમયથી તો નાની વયના લોકોને પણ હાર્ટ એટેક આવ્યાના અને અચાનક મોત થયાના બનાવ વધી રહ્યા છે. મોટાભાગના લોકો હાર્ટ એટેકને અચાનક થતી ઘટના માને છે પરંતુ હકીકતમાં તો હાર્ટ એટેકની પ્રક્રિયા શરીરની અંદર મહિનાઓ પહેલાથી ચાલતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલે કે ઘણા સમય પહેલાથી શરીરમાં એવા ફેરફાર થવા લાગે છે જે સંકેત હોય છે ભવિષ્યમાં હાર્ટ એટેક તરીકે આવનાર જોમખના. જરૂર હોય છે શરીરમાં અનુભવાતા આવા ફેરફારને સમયસર ધ્યાનમાં લઈ અને જરૂરી સારવાર લેવાની. જો સમયસર કેટલાક લક્ષણોને ઓળખી લેવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી શકે છે. 


આ પણ વાંચો: Heart Health: હાર્ટની સૌથી મોટી ધમની બ્લોક હોય ત્યારે શરીરમાં જોવા મળે આ 7 લક્ષણ


હાર્ટ એટેકના કેટલાક લક્ષણો મહિનાઓ પહેલા શરીરમાં જોવા મળે છે. આ લક્ષણો પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો આ ભુલ ભારે પડી શકે છે. આવા લક્ષણોમાંથી એક લક્ષણ છે હાર્ટ એટેક પહેલા શરીરના ઉપરના અંગોમાં દુખાવો. કમરથી ઉપરના કેટલાક અંગમાં હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા દુખાવો રહે છે. 


જબડામાં દુખાવો


એક રિપોર્ટ અનુસાર હાર્ટ એટેકના થોડા દિવસો પહેલા જબડા દુખવા લાગે છે. જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે આ દુખાવો અસહ્ય થઈ જાય છે. 


આ પણ વાંચો: ડાયાબિટીસ હોય તો કેરી ખવાય કે નહીં ? તમને પણ આ પ્રશ્ન થતો તો જાણી લો સાચો જવાબ


ગરદનમાં દુખાવો


હાર્ટ એટેકના શરુઆતી લક્ષણમાં એક ગરદનનો દુખાવો પણ છે. જો તમને ઘણા દિવસથી ગરદનમાં દુખાવો રહેતો હોય તો સમય બગાડ્યા વિના ડોક્ટર પાસે પહોંચી જાવ. ગરદનનો દુખાવો ઘણીવાર સામાન્ય નથી હોતો. 


ખભામાં દુખાવો


હૃદયની નજીક હોવાના કારણે હાર્ટ એટેક પહેલા ખભામાં પણ દુખાવાનો અનુભવ થાય છે. ખભામાં જો કારણ વિના અચાનક દુખાવો થાય અને બંધ થઈ જાય તો ડોક્ટર પાસે હાર્ટનું ચેકઅપ કરાવી લેવું.


આ પણ વાંચો: લુઝ મોશનમાં આ પાંચ વસ્તુઓ ખાશો તો દવા લેવાની જરૂર નહીં પડે, તુરંત કરે છે અસર


પીઠમાં દુખાવો


હાર્ટ એટેક પહેલા ઘણા દિવસો સુધી પીઠમાં દુખાવો રહે છે. પરંતુ મોટાભાગના લોકો આ દુખાવાને ગંભીરતાથી લેતા નથી અને પછી પરિણામ ગંભીર આવે છે. 


છાતીમાં દુખાવો


હાર્ટ એટેક આવે ત્યારે જ છાતીમાં દુખે એવું નથી. હાર્ટ એટેક આવવાનો હોય તેના દિવસો પહેલા પણ છાતિમાં વારંવાર હળવો દુખાવો રહે છે. 


આ પણ વાંચો: ઊંઘમાં છાતી પર ભૂત બેઠું હોય એવું વારંવાર લાગે છે ? તો જાણી લો આ અનુભવ પાછળનું કારણ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)