Heart Health: હાર્ટની સૌથી મોટી ધમની બ્લોક હોય ત્યારે શરીરમાં જોવા મળે આ 7 લક્ષણ, તુરંત કરવી સારવાર

Heart Health: જ્યારે હૃદયની મુખ્ય ધમની જ બ્લોક હોય અને હાર્ટ એટેક આવે તો વ્યક્તિનું બચવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. ત્યારે પ્રશ્ન એવો પણ થાય છે કે એ વાતની ખબર કેવી રીતે પડે કે હૃદય સુધી રક્ત પહોંચાડતી સૌથી મોટી ધમની જ બ્લોક છે ? સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જ્યારે હાર્ટની સૌથી મોટી ધમની બ્લોક હોય ત્યારે શરીરમાં આ 7 લક્ષણ જોવા મળે છે.  

Heart Health: હાર્ટની સૌથી મોટી ધમની બ્લોક હોય ત્યારે શરીરમાં જોવા મળે આ 7 લક્ષણ, તુરંત કરવી સારવાર

Heart Health: હાર્ટ એટેક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. તેમાં પણ વિડોમેકર હાર્ટ અટેક સૌથી ઘાતક માનવામાં આવે છે. આ સ્થિતિ કોઈપણ વ્યક્તિ સાથે અચાનક સર્જાઈ જાય છે. વિડોમેકર હાર્ટ એટેકની સ્થિતિમાં હૃદય સુધી રક્ત પહોંચાડતી મુખ્ય અને સૌથી મોટી ધમની બ્લોક હોવી. આ સ્થિતિમાં વ્યક્તિનું બચવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. હવે સૌથી મોટી ચિંતાનો વિષય હોય તો હાર્ટ છે. હાલમાં સૌથી વધારે મોત થાય છે. જો તમારા શરીરમાં પણ તમને સંકેતો મળતા હોય તો તમારે ખાસ ચેતી જવાની જરૂર છે. 

જો સમયસર આ હાર્ટ અટેકમાં સારવાર ન મળે તો સ્થિતિ ગંભીર પણ બની શકે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે એ વાતની ખબર કેવી રીતે પડે કે હૃદય સુધી રક્ત પહોંચાડતી સૌથી મોટી ધમની જ બ્લોક છે ? સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે જ્યારે હાર્ટ સુધી જતી સૌથી મોટી ધમની બ્લોક હોય ત્યારે શરીરમાં આ સાત લક્ષણ જોવા મળે છે. 

હાર્ટની મુખ્ય ધમની બ્લોક હોય ત્યારે જોવા મળતા લક્ષણ 

1. જ્યારે હાર્ટની મુખ્ય ધમની બ્લોક હોય ત્યારે જોવા મળતા સંકેત મહિલાઓ અને પુરુષોમાં લગભગ એક સમાન હોય છે. જ્યારે મુખ્ય ધમની બ્લોક હોય છે ત્યારે થોડી મિનિટ માટે છાતીના વચ્ચેના ભાગમાં ભારેપણું અનુભવાય છે. ઘણી વખત દુખાવાની સાથે બેચેની પણ થાય છે. 

2. જ્યારે હૃદયની મુખ્ય ધમની બ્લોક હોય ત્યારે વ્યક્તિને બંને હાથ, પીઠ, ગરદન, જબડામાં અને પેટમાં બેચેની થતી હોય તેવો અનુભવ થાય છે. 

3. વિડોમેકર હાર્ટ એટેકની સ્થિતિમાં એવું લાગે છે કે શ્વાસ અટકી ગયો છે અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય. 

4. આ સ્થિતિમાં ઘણી વખત દર્દીને ઉલટી કે ઉબકા જેવું પણ અનુભવાય છે. 

5. જ્યારે હૃદયની મુખ્ય ધમની બ્લોક હોય અથવા તો તેમાં અવરોધ હોય તો વ્યક્તિને અચાનક જ પરસેવો થવા લાગે છે અને ઠંડી લાગવા લાગે છે. 

6. ઘણા લોકોને આ સ્થિતિમાં વારંવાર ચક્કર આવી જતા હોય છે. 

7. જ્યારે હૃદયની મુખ્ય ધમની બ્લોક હોય અને હાર્ટ એટેકની સ્થિતિ સર્જાઈ તો વ્યક્તિને જબડામાં પાછળના ભાગે દુખાવાનો અનુભવ થાય છે. જબડું જકડાઈ ગયું હોય તેવું પણ લાગે છે.

હૃદયની મુખ્ય ધમની બ્લોક થવાના કારણ 

વિડોમેકર હાર્ટ એટેકની સ્થિતિ સર્જાવા પાછળ જીવનશૈલી અને આનુવંશિક કારણ જવાબદાર હોય છે. સતત વધતા બેડ કોલેસ્ટ્રોલના કારણે પણ ધમની બ્લોક થવા લાગે છે અને હૃદય સુધી પૂર્તિ માત્રામાં રક્ત પહોંચતું નથી. આ ઉપરાંત પણ કેટલાક કારણ છે જેના કારણે હૃદયની મુખ્ય ધમની બ્લોક થઈ જવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે જેમકે..

વધારે સ્મોકિંગ કરવું 
વજન વધારે હોય 
અનહેલ્ધી આહાર 
બેઠાડું જીવન શૈલી 
કસરતનો અભાવ 
હાઈ બ્લડ પ્રેશર 
ડાયાબિટીસ

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news