ઝી બ્યૂરો, અમદાવાદઃ જાંબુના ઠળિયાને ભેગા કરી સરખી રીતે ધોઈ લો અને પછી તડકામાં સુકાવા માટે રાખો. ઠળિયા સરખી રીતે સુકાય જાય એટલે તેની છાલ ઉતારી લો. તેનો પાવડર કરતા પહેલા તેના નાના-નાના ટુકડા કરી લો જેથી તેનો પાઉડર કરવામાં સરળતા રહે. પાવડર બનાવ્યાં પછી તેને કાંચની બોટલમાં ભરી લો. રોજ જાંબુ ખાવાથી બોડીને એવા અનેક ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે જેનાથી અનેક બીમારીઓ દૂર થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાચન શક્તિ મજબૂત
જાંબુના ઠળિયાનું ચૂરણ નિયમિત લેવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને પાચન શક્તિ વધારે મજબૂત બને છે.


પથરીમાં લાભદાયી
કિડનીની પથરીથી પીડાતા લોકો માટે જાંબુના ઠળિયાનું ચૂરણ વરદાનથી ઓછું નથી. રોજ સવાર સાંજ એક એક ચમચી ચૂરણ લેવાથી કિડનીની પથરીમાં રાહત મળે છે. આ ઉપરાંત પેશાબમાં થતી તકલીફો પણ દૂર થાય છે.


weight loss tips: અરે...ડાયેટિંગ છોડો, મસ્ત થઈ પાણીપુરી ખાઓ અને વજન ઘટાડો


દાંત બનશે મજબૂત
દાંતને મજબૂત અને સુંદર બનાવવા માટે જાંબુના ઠળિયા ખુબ જ ફાયદાકારક છે. તેના માટે તમારે જાંબુના ઠળિયાને ભેગા કરી અને તડકે સુકવી દેવા જોઈએ. ત્યારબાદ તેને પીસી અને તેનું ચૂરણ બનાવી લેવાનું છે. આ ચૂરણને રોજ દાંત ઉપર લગાવવાથી દાંત અને પેઢા પણ મજબૂત બનશે અને દાંતની પીળાશ પણ દૂર થશે.


ટોયલેટમાં લોહી
જે લોકોને ટોયલેટમાં જતી વખતે લોહી પડતું હોય એવા લોકોએ જાંબુના ઠળિયાના ચરણનું સેવન જરૂર કરવું જોઈએ. તેનાથી ઘણો જ ફાયદો મળે છે.


દેખાવમાં નાની ઈલાયચીના ફાયદા છે મોટા, ગણાય છે અનેક રોગથી બચવાનો અકસીર ઉપાય


ડાયાબિટીઝ
ડાયાબિટીઝના દર્દીઓ પણ ખુબ જ વધી રહ્યા છે તો તમે અથવા તમારું કોઈ પરિચિત આ સમસ્યાથી હેરાન થતું હોય તો તેમને રોજ સવારે એક ચમચી જાંબુના ઠળિયાનું ચૂરણ હલકા ગરમ પાણી સાથે આપી દેવું. તેનાથી ખુબ જ ફાયદો મળશે.


'લીવર' છે શરીરનો મહત્વનો અવયવ, કેવો આહાર ખાઈને લીવરને સ્વસ્થ રાખશો?


માસિક દરમિયાન થતા દર્દમાં રાહત
મહિલાઓને માસિક ધર્મ દરમિયાન દુખાવો થતો હોય છે તો તેમાં જાંબુના ઠળિયાનું ચૂરણ ખુબ જ લાભકારક છે. રોજની એક ચમચી ચૂરણ આ સમસ્યામાં ઘણો જ ફાયદો આપે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube