Health Tips: તમને પણ જમ્યા પછી એલચી ખાવાની આદત છે? તો જાણી લો તેના ફાયદા અને નુકસાન વિશે
Health Tips: એલચીમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે માંસપેશીઓને મજબૂત કરવાનું કામ કરે છે. જોકે તમે વધારે પ્રમાણમાં એલચી ખાવ છો તો તેનાથી પેટમાં ગરમી પણ વધી શકે છે અને તમારું પેટ પણ ખરાબ થઈ શકે છે.
Health Tips: ઘણા લોકોને આદત હોય છે કે તે જમ્યા પછી મુખવાસની જેમ એલચી ખાતા હોય છે. એલચીમાં ઔષધીય ગુણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જમ્યા પછી બે એલચી ચાવીને ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. પરંતુ નાનકડી એલચી કેટલાક લોકો માટે હાનિકારક પણ છે. ચાલો આજે તમને જણાવીએ કે જો તમે રોજ એલચી ખાવાનું રાખો છો તો તેનાથી શરીરને કયા લાભ અને કયા નુકસાન થાય છે.
એલચી ખાવાના ફાયદા
એલચીમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે માંસપેશીઓને મજબૂત કરવાનું કામ કરે છે. જોકે તમે વધારે પ્રમાણમાં એલચી ખાવ છો તો તેનાથી પેટમાં ગરમી પણ વધી શકે છે અને તમારું પેટ પણ ખરાબ થઈ શકે છે.
આ પણ વાંચો: Skin Care: વધતી ઉંમરે પણ દેખાવું હોય યુવાન તો નિયમિત ખાવી આંબા હળદર, જાણો લાભ વિશે
એલચી ખાવાથી ઘણી બધી સમસ્યાઓથી રાહત મળે છે જેમ કે એલચી ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે અને ઊંઘની સમસ્યા પણ દૂર થાય છે એલચી ખાવાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા ખતમ થઈ જાય છે. જોકે એલચીના બીમાં તૈલીય ગુણ હોય છે તેથી તેનું વધારે સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે.
જમ્યા પછી એલચી ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. રાતના સમયે જો તમે એલચીને ચાવીને ખાવ છો તો ઊંઘ સારી આવે છે. એલચી ખાવાથી ગળામાં થતી ખરાશની સમસ્યા પણ મટે છે.
જો એલચી તમે ખાઈ ન શકો તો તેને તમે દૂધ સાથે લઈ શકો છો. તેના માટે રાત્રે સુતા પહેલા એલચી પાવડરને દૂધમાં ઉકાળી મધ સાથે તેનું સેવન કરો. એલચી વાળું દૂધ રાત્રે પીવાથી શરીર અંદરથી મજબૂત રહે છે અને ઊંઘ પણ સારી આવે છે.
આ પણ વાંચો: પેટના ગેસ અને અપચાની સમસ્યા 5 મિનિટમાં દુર કરશે આ પાચક ગોળી, આ રીતે બનાવો ઘરે
એલચીનું નિયમિત સેવન કરવાથી કેન્સર જમીન ખતરનાક બીમારી થવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે. એલચી માં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે શરીરના બ્લડ સર્ક્યુલેશન ને સામાન્ય કરે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.
જે લોકોને જમ્યા પછી ગેસ અને એસિડિટી થઈ જતી હોય તેમણે જમ્યા પછી બે એલચી ખાવી જોઈએ. જોકે એલચીની તાસીર ગરમ હોય છે તેથી તેને નિયત માત્રામાં જ ખાવાનું રાખવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)