ઝી બ્યૂરો, અમદાવાદઃ સીતાફળનું સેવન કર્યા બાદ તમે તેના બીજનું શું કરો છો ? સામાન્ય રીતે તો લગભગ બધા લોકો બીજને ફેંકી જ દેતા હશે. પરંતુ સીતાફળના બીજ સૌથી કિંમતી બીજ છે અને એટલા માટે જ કહેવાય છે કે તે બીજ સોનાથી પણ મોંઘા છે. તેનાથી અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ કે તેના બીજનો કંઈ રીતે ઉપયોગ કરી શકાય અને બીમારીઓ ભગાવી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1) સીતાફળના બીજમાં રોગો સામે લડવાની શક્તિ હોય છે. તેના સેવનથી ઘણી ગંભીર બીમારીઓ પણ મટાડી શકાય છે.

2) સીતાફળના બીજમાં એન્ટીઓક્સીડન્ટના ગુણો રહેલા છે. તેમાં વિટામીન C વધારે માત્રામાં હોય છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સીતાફળના બીજ લોહીની ઉણપ એટલે કે એનેમીયાથી પણ બચાવે છે.


3) બીજમાં રહેલ મેગ્નેશિયમ શરીરમાં રહેલ પાણીને સંતુલિત કરે છે.


4) સીતાફળના બીજનું સેવન બ્લડપ્રેશરમાં અચાનક થતા બદલાવને પણ નિયંત્રિત કરે છે. તેમજ શુગરની માત્રા પણ નિયંત્રણમાં રાખે છે.


5) સીતાફળના બીજ રોગોથી લડવામાં શક્તિ પ્રદાન કરે છે.


6) વાળ માટે પણ સીતાફળના બીજ ફાયદાકારક છે તેના માટે તમે થોડું બકરીનું દૂધ લો અને સીતાફળના બીજ તેમાં ઘસીને ત્યારબાદ તમારા વાળમાં લગાવો અને ધીમે ધીમે વાળ કાળા થવા લાગશે.


7) સીતાફળના બીજમાં એવા તત્વો રહેલા છે જે કેન્સરને દૂર કરવા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે.