..તો ચાલો જાણી લઈએ ઠંડીમાં વધુ પ્રમાણમાં પાણી પીવાથી શું થાય છે ફાયદા ? આ રોગોને રાખે છે દૂર
જળ છે, તો જીવન છે. આ સૂત્ર આપણા શરીરના આરોગ્ય માટે પણ એટલું જ લાગૂ પડે છે. પાણી આપણા શારીરિક અંગો માટે ખૂબ જ જરૂરી છે. માનવીના શરીરમાં આશરે 70 ટકા પાણી હોય છે કે જે સેલ્સ, ઑર્ગન્સ અને ટિશ્યૂને નિયંત્રિત કરવાનું કામ કરે છે. પરસેવો, ડાયજેશન અને યૂરીનેશનને લીધે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે છે કે જે ડિહાઇડ્રેશનની સમસ્યા પણ પેદા કરી શકે છે.
જળ છે, તો જીવન છે. આ સૂત્ર આપણા શરીરના આરોગ્ય માટે પણ એટલું જ લાગૂ પડે છે. પાણી આપણા શારીરિક અંગો માટે ખૂબ જ જરૂરી છે. માનવીના શરીરમાં આશરે 70 ટકા પાણી હોય છે કે જે સેલ્સ, ઑર્ગન્સ અને ટિશ્યૂને નિયંત્રિત કરવાનું કામ કરે છે. પરસેવો, ડાયજેશન અને યૂરીનેશનને લીધે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે છે કે જે ડિહાઇડ્રેશનની સમસ્યા પણ પેદા કરી શકે છે. ઠંડીમાં ઓછું પાણી પીવાથી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ આપણી ઇમ્યુન સિસ્ટમ માટે સારી બાબત છે તેમ જ તેના અનેક ફાયદા છે. ગરમીમાં માનવીને દરરોજ ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઇએ. જોકે ઠંડીની ઋતુમાં આટલા પ્રમાણમાં પાણી પચાવવું મુશ્કેલ બને છે. તેને લીધે બૉડી ડિહાઇડ્રેડ થવા લાગે છે અને આરોગ્યને નુકસાન થઈ શકે છે. માટે આપણે ઠંડીની ઋતુમાં પણ ખૂબ જ પ્રમાણમાં પાણી પીવું જોઇએ.
1. ઠંડીમાં પાણીની ઊણપને લીધે બૉડી ડિહાઇડ્રેડ થઈ જાય છે. તેના પગલે હાઇપોથર્મિયા જેવી બીમારીનું જોખમ વધી જાય છે. શરીરનું તાપમાન અસંતુલિત થઈ જવાના કારણે આવું બની શકે છે. પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઠંડીમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને હાઈઇપોથર્મિયા જેવી બીમારીઓથી દૂર રહો.
2. ઍરબોર્ન રોગોથી દૂર રાખે છે પાણી
શિયાળું આપણી ઇમ્યુનિટી માટે એક પ્રકારનો ટેસ્ટિંગ પીરિયડ હોય છે. તે સમયમાં આપણને બીમારી લગાડનાર અનેક ઍરબોર્ન ડિસીઝ પેદા થઈ શકે છે. પાણીની ઊણપથી થતાં ડિહાઇડ્રેશન આપણી ઇમ્યુન સિસ્ટમને નબળી પાડે છે. પાણી આ બીમારીથી આપણું રક્ષણ કરે છે. માટે ઇમ્યુનિટીને મજબૂત રાખવા માટે ઠંડીમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવુ જોઇએ. ઠંડીની ઋતુમાં હાઈ કૅલોરી ફૂડને લીધે આપણા વજનમાં ઝડપથી વધારો થાય છે. ઓછી શારીરિક પ્રવૃત્તિને લીધે શરીર સુસ્ત પડી જાય છે કે જેને લીધે શરીરમાં રહેલી વધારાની કૅલોરી બર્ન થઈ શકતી નથી. જો શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ હોય, તે બૉડી ફૅટને કાપી શકે છે અને મેદસ્વિતાને દૂર રાખી શકે છે.
જો તમે પણ ભોજન અને દૂધ વારંવાર ગરમ કરીને ઉપયોગમાં લેતા હોવ તો સાવધાન...
શિયાળામાં કોબીજ સહિત આ 4 શાકભાજી ખાતા પહેલા સાવધાન, મગજમાં ઘુસી શકે છે ગંભીર બીમારી
ભૂખ જ નથી, કંઈ ખાવાની ઈચ્છા નથી, આવું વારંવાર થતું હોય તો ચેતી જજો
3. કિડની, લીવર, ફેફસાં અને હૃદય માટે લાભપ્રદ
બૉડીને હાઇડ્રેટ રાખવાની સાથે પાણી આપણા શરીરની સફાઈ પણ કરે છે. યૂરીનેશન અને પરસેવા મારફતે પાણી શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે. આ ઉપરાંત લોહીમાં આવશ્યક પોષક તત્વો અને ઑક્સિજનનું પ્રમાણ સંતુલિત કરે છે. તેનાથી આપણી કિડની, લીવર, ફેફસાં અને હૃદયની સ્થિતિ સારી રહે છે.
4. ત્વચાને નિખારે છે પાણી
બ્યૂટી એક્સપર્ટ્સનું કહેવું છે કે પાણીમાં રહેલા ઔષધીય ગુણો આપણી સ્કિન હેલ્થને મજબૂત કરવાનું કામ કરે છે. ઠંડીમાં ચમકદાર ત્વચા માટે બૉડીનું હાઇડ્રેટ હોવું ખૂબ જ જરૂરી છે. ઠંડીમાં પાણીની ઊણપથી તમને ડ્રાય સ્કિન અને હોઠ ફાટવા જેવી સમસ્યાઓ પણ પેદા થઈ શકે છે.
5. છાતીની ખેંચાણ અને શરદીમાં રાહત આપે છે પાણી
ઠંડીમાં જો તમારી છાતીમાં જકડન, ખેંચાણ અને શરદીની ફરિયાદ રહેતી હોય, તો ગરમ પાણી તમારા માટે રામબાણ છે. ગરમ પાણી ગળામાં ખારાશને દૂર કરે છે. સવારે ગરમ પાણી પીવાથી ઘણા લાભ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube