COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રકૃતિએ આરોગ્ય સંબંધી સમસ્યા સામે લડવા અનેક વસ્તુઓ આપી છે. જેનું દરરોજ સેવન કરવાથી બિમારી તમારાથી દૂર રહે છે. ત્યારે શિયાળામાં આસાનીથી મળતાં  ઘઉંના જવારાનો રસનો તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઘઉંના જ્વારા લોહીની કમી,હાઈ બીપી, શરદી, અસ્થમા, સાઈનસ, અલ્સર, કેન્સર, આંતરડામાં સોજા, દાંતની તકલીફ, ચાસ઼ીના રોગો, કિ઼ની,થાઈરોઈડ અને પાચનને લગતી તકલીફોમાં લાભદાયી છે. જેની આરોગ્ય પર સકારાત્મક અસર પડે છે

કેન્સરના રોગી માટે બેસ્ટ
ઘઉંના જ્વારામાં કેન્સરથી બચવા સુધીના ગુણ રહેલા હોય છે. આ બ્લડમાં ઑક્સિટોસિનની માત્રાને બેલેન્સ કરે છે. સાથે જ આ એન્ટી ઑક્સિડેન્ટથી ભરેલું હોય છે જે કેન્સર કોશિકાઓને વધતી રોકે છે. અને કેન્સર ને પણ અટકાવે છે.


પેટની સમસ્યાને કરો બાય બાય
ઘઉંના જવારામાં અલ્કલાઇન તત્વ રહેલું છે, જે તમને ડાયરિયા,કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવીને રાખે છે. તમામ પેટ સંબંધિત સમસ્યામાંથી છુટકારો કરે છે. ઘઉંના જ્વારાનો રસ સુપર ડાયજેસ્ટેબલ હોય છે.

એનીમિયા
ઘઉંના જવારા બોડીમાં લોહીની ખામીને બેલેન્સ કરી રાખે છે. તેનો રસ નિરંતર પીવાથી એનીમિયા જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. એમાં નવા સેલ્સ બનાવવાના ગુણ હોય છે અને આ ડેસ સેલ્સને હટાવીને પ્રભાવિત સ્કીનને યોગ્ય કરે છે.

કબજિયાત દૂર કરો
ઘઉંના જવારાના રસના સેવનથી શરીરમાં મેગ્નેશિયમનની ઉણપ પૂરી થાય છે. જે કારણથી તમને કબજિયાત અને આંતરડાની સંબંધિત તકલીફોમાં ફાયદો પહોંચે છે. રેડ બ્લડ સેલ્સને વધારે છે. જવારાના રસથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે અને રોગો સામે લડવાની ક્ષમતા પણ વધે છે.


માથામાં ખોડો
ઘઉંના જવારામાં સામેલ મિનરલ્સ અને ક્લોરોફિલ વાળને જલ્દી હેલ્ધી બનાવે છે. જવારાનો રસ પીવાથી વાળની અંદરની પકડ મજબૂત બને છે. અને ખોડો દુર થાય છે. અને વાળને મજબુત બનાવે છે.

દાંતની સમસ્યા
ઘઉંના જવારાના સેવનથી મોઢાથી જોડાયેલી સમસ્યા સુધરે છે. પાયરિયા, દાંતમા દુખાવો અને મોઢામાંથી આવતી દુર્ગંધ જેવી સમસ્યાઓમાં ખૂબ લાભ મળે છે. અને પેઢા માં દુખાવાના પણ રાહત મળે છે.

બ્લડ પ્રેશર
જવારાનો રસ બ્લડ નસની બ્લૉકેજને સાફ કરીને બ્લડ પ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે છે. સાથે જ બ્લડ સેલ્સની સંખ્યામાં પણ વૃદ્ધિ થાય છે. ઘઉંના જવારામાં એવા તત્વ હોય છે કે જે શરીરને સાફ કરવામાં મદદ કરે છે. ઘઉંના જવરમાં એન્ઝાઇમ, એમીનો એસિડ અને વિટામીન બી ડાઇજેશથી જોડાયેલી દરેક સમસ્યાને ખતમ કરવામાં કારગર સાબિત થાય છે.


Hot Water Side Effects: શું તમે પણ શિયાળામાં ગરમ પાણી પીવો છો? જાણો તેના નુકસાન


મેદસ્વિતાપણું
ઘઉંના જવારાનો રસ પીવાથી ખોરાક સરળતાથી પચી જાય છે. તમારું જમવાનું જેટલું જલ્દી પચશે એટલું ઓછું મેદસ્વિતાના શિકાર થશો. અને ગેસ જેવી સમસ્યામાંથી પણ છુટકારો મળશે.

હીમોગ્લોબીનમાં વધારો
જે લોકોને લોહીની કમીની સમસ્યા રહે છે. તે લોકોએ ઘઉંના જ્વારાનો રસ પીવાનું શરુ કરવું જોઈએ. જો એક મહિના ઘઉંના જવારાના રસનું સેવન કરશો તો હીમોગ્લોબીન વધી જશે. અને લોહીની ઉણપમાંથી મુક્તિ મળશે. ઘઉંના જ્વારામાં રહેલા ક્લોરોફિલ લોહીમાં વધારે ઑક્સીજન પહોંચાડવાનું કામ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube