Raisins: કિસમિસ ખાવાથી શરીરમાં આવશે ઘોડા જેવી તાકાત, આ 4 વસ્તુઓ સાથે ખાવાથી ડબલ ફાયદા થશે
Raisins Benefits: કિસમિસ એક સુપરફૂડ છે જેને ખાવાથી અદ્ભુત લાભ થાય છે. ખાસ તો શિયાળામાં કિસમિસને 4 વસ્તુઓ સાથે ઉમેરીને ખાવામાં આવે તો શરીરમાં ઘોડા જેવી તાકાત આવી જાય છે. આ 4 વસ્તુઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
Raisins Benefits: દરેક ઘરના રસોડામાં હોય તેવી કિસમિસ રોજ ખાવાથી સુપરમેન જેવી શક્તિ શરીરમાં આવી જાય છે. રોજ 100 ગ્રામ જેટલી કિસમિસ ખાવાથી શરીરની શક્તિ વધે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ ડ્રાયફ્રુટ સ્વાદિષ્ટ હોય છે અને સાથે જ વિટામિન્સ અને એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. કિસમિસ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને થાક દૂર કરે છે તેનાથી હાડકા લોખંડ જેવા મજબૂત બને છે.
આ પણ વાંચો: રોજ બ્લૂબેરી ખાવાનું શરુ કરી દો, થોડા દિવસમાં જ દેખાવા લાગશે આ 4 જબરદસ્ત ફાયદા
નિષ્ણાતોનું માનવું છે કે જો તમે રોજ 100 ગ્રામ કિસમિસ ખાવ છો તો શરીર અંદરથી મજબૂત બને છે અને ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ મળે છે.
કિસમિસ ખાવાથી થતા ફાયદા
આ પણ વાંચો: આ 4 વસ્તુની પોટલી છે જાદુઈ, આ પોટલી સુંઘવાથી 5 મિનિટમાં ખુલી જશે બંધ નાક
1. કિસમિસ આયરન, વિટામીન બી કોમ્પ્લેક્સનો શ્રેષ્ઠ સોર્સ છે. જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય અથવા તો એનિમિયા હોય તેમણે કિસમિસ રોજ ખાવી જોઈએ. કિસમિસ ખાવાથી રક્તના નિર્માણમાં મદદ મળે છે અને શરીરમાં નબળાઈ આવતી નથી.
2. કિસમિસમાં કેલ્શિયમ અને બોરોન જેવા તત્વો હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોએ કિસમીસ ખાવી જોઈએ. તેનાથી ઓસ્ટિઓપોરોસીસ જેવી બીમારીને રોકવામાં મદદ મળે છે.
આ પણ વાંચો: Foot Corn: પગમાં વારંવાર થતી કપાસીથી પરેશાન છો? 5 ઘરેલુ ઉપાયોથી દુર થઈ શકે છે સમસ્યા
3. જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય તેમને વારંવાર શરદી, ઉધરસ થઈ જાય છે જો આવા સંક્રમણથી બચવું હોય તો કિસમિસને ડેઇલી ડાયેટમાં સામેલ કરો. કિસમિસમા રહેલા એન્ટિ ઓક્સિડન્ટ રોગપ્રતિકાર ક્ષમતાને મજબૂત બનાવે છે.
4. જે લોકો વર્કઆઉટ કરે છે અને પછી થાક અનુભવે છે તેમને કિસમિસ એનર્જીના સોર્સ તરીકે ખાવી જોઈએ. પ્રાકૃતિક સુગર અને ફાઇબર હોય છે જે મસલ્સ રીકવરીમાં મદદ કરે છે અને શક્તિ વધારે છે.
આ પણ વાંચો: Ajwain Tea: બસ 30 દિવસ સવારે દૂધવાળી ચાને બદલે પીવો અજમાની ચા, શરીરને થશે આ 4 ફાયદા
આ 4 વસ્તુઓ સાથે કિસમિસ ખાવાથી થશે ડબલ ફાયદો
ગરમ દૂધ
રાત્રે 100 ગ્રામ કિસમિસને ગરમ દૂધ સાથે લેવાથી હાડકા મજબૂત થાય છે.
આ પણ વાંચો: Ghee: આ 5 વસ્તુઓ ક્યારેય ઘી ઉમેરીને ખાવી નહીં, શરીરમાં જતાં જ બની જાય છે ઝેર
પાણી સાથે
રાત્રે કિસમિસને પાણીમાં પલાળી સવારે ખાલી પેટ પલાળેલી કિસમિસ ખાવાથી પાચન સુધરે છે.
અખરોટ સાથે
કિસમિસ અને અખરોટનું મિશ્રણ સ્નાયુને બમણી શક્તિ આપે છે.
દહીં સાથે
કિસમિસ અને દહીં એક સાથે ખાવાથી પાચન સુધરે છે અને શરીરને ઠંડક મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)