Blocked Nose: આ 4 વસ્તુની પોટલી છે જાદુઈ, આ પોટલી સુંઘવાથી 5 મિનિટમાં ખુલી જશે બંધ નાક
Blocked Nose: શરદી કરતાં પણ વધારે તકલીફ બંધ નાક કરાવે છે. જ્યારે નાક બંધ થઈ જાય તો દિવસે ચેન નથી પડતું અને રાત્રે સારી ઊંઘ પણ થઈ શકતી નથી. આ તકલીફને દુર કરવા માટે 4 આયુર્વેદિક વસ્તુની પોટલી બનાવી તેનો ઉપયોગ કરી શકાય છે. આ પોટલીનો ઉપયોગ કરશો તો ઈન્હેલરની જરૂર નહીં પડે.
Trending Photos
Blocked Nose: શિયાળામાં ઠંડીના કારણે નાક બંધ થઈ જવું તે સામાન્ય સમસ્યા છે. ઠંડીના કારણે શરદી થઈ જાય છે જેના કારણે નખ બંધ થઈ જાય છે. નાક બંધ થઈ ગયું હોય તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને રાત્રે બરાબર ઊંઘ પણ નથી આવતી. જો સતત નાક બંધ રહે તો માથામાં દુખાવો પણ શરૂ થઈ જાય છે. જો તમને પણ શરદી થાય ત્યારે નાક બંધ થઈ જવાની તકલીફ રહેતી હોય તો આ સમસ્યાને દૂર કરવા એક આયુર્વેદિક નુસખો જણાવીએ. વર્ષોથી આ નુસખાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં રહેલી કેટલીક વસ્તુની મદદથી તમે બંધ નાકને તુરંત ખોલી શકો છો. તેના માટે તમારે કોઈ વસ્તુ ખાવા કે પીવાની જરૂર નથી બસ 4 વસ્તુઓની પોટલી બનાવવાની છે.
બંધ નાકને 5 મિનિટમાં ખોલવાનો ઉપાય
આ આયુર્વેદિક નુસખો અપનાવશો તો 5 મિનિટમાં જ બંધ નાકની સમસ્યા દૂર થઈ જશે. સાથે જ શરદીમાં પણ ઝડપથી આરામ મળવા લાગશે. તેના માટે એક સુતરાઉ કપડું લેવું. તેમાં 10 થી 12 કપૂર, એક ચમચી શેકેલા અજમા, છ મેન્થોલના ટુકડા અને પાંચથી છ ટીપા નીલગીરીના તેલના ઉમેરો. આ બધી જ વસ્તુને કપડામાં રાખીને કપડાની નાની પોટલી બનાવી લો. હવે આ પોટલીને આખો દિવસ પોતાની સાથે રાખો અને દિવસ દરમિયાન વારંવાર તેને સૂંઘતા રહો. નાક ખોલવાનો અને શરદી મટાડવાનો આ રામબાણ નુસખો છે. આ પોટલી સૂંઘવાથી 5 મિનિટમાં જ બંધ નાક ખુલી જશે.
નાક બંધ થઈ જાય તો ટીપ્સ પણ અજમાવી શકો છો
- બંધનાક ખોલવા માટે સ્ટીમ પણ લઈ શકાય છે. તેના માટે પાણીને બરાબર ઉકાળી તેનાથી સ્ટીમ લેવી. આમ કરવાથી નાક ખુલી જાય છે અને નાક સાફ પણ થાય છે.
- શરદી હોય ત્યારે ગરમ પાણીથી ન્હાવું જોઈએ. સ્ટીમ બાથ લેવાથી પણ ફાયદો થાય છે.
- દિવસ દરમિયાન પાણી પીતા રહેવું જેના કારણે નાકમાં જામેલો મ્યૂકસ ઓગળી જાય અને બહાર નીકળે.
- દિવસ દરમિયાન હર્બલ ટી અથવા તો સૂપ પીવાનું રાખવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે