How To Get Good Sleep: આજની દડધામ ભરેલી અને સ્ટ્રેસફુલ લાઇફમાં રાત્રે સારી ઊંઘ થાય તે નસીબની વાત બની ગઈ છે. ઊંઘને લઈને પણ લોકો કહેતા હોય છે કે નસીબદાર હોય એને ઊંઘ આવે. નિયમિત રીતે સાતથી આઠ કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી હોય છે પરંતુ મોટાભાગના લોકો પથારીમાં પડ્યા પડ્યા ઊંઘ આવે તેની રાહ જોયા કરે છે. અડધી રાત સુધી જાગીને લોકો સુવે છે જેના કારણે ઊંઘ પુરી થતી નથી અને પરિણામે શરીરને પણ સમસ્યાઓ રહે છે. જો તમે પણ આવા લોકોમાંથી એક છો જેમને રાત્રે ઊંઘ ઝડપથી આવતી નથી તો આજે તમને ઝડપથી ઊંઘ આવે તેવો નુસખો જણાવી દઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Cold and Cough: ચોમાસામાં વારંવાર થતી શરદી અને ઉધરસ મટાડવા ટ્રાય કરો આ ઘરેલુ નુસખો


જો તમને પણ રાત્રે કલાકો સુધી ઊંઘ આવતી નથી તો સુતા પહેલા પગના તળિયામાં તેલથી માલિશ કરવાની શરૂઆત કરો. પગના તળિયામાં પાંચથી દસ મિનિટ તેલથી માલિશ કરશો એટલે પગને આરામ મળી જશે અને તમને સારી ઊંઘ પણ આવશે. આ નુસખો અજમાવનારને સો ટકા અસર થાય છે. પગના તળિયામાં નિયમિત માલીશ કરવાની શરૂઆત કરશો એટલે પથારીમાં પડ્યાની પાંચ મિનિટમાં જ ઊંઘ આવી જશે. 


રાત્રે પગના તળિયામાં માલિશ કરવાના ફાયદા 


આ પણ વાંચો: Increase Sperm Count: દવા વિના સ્પર્મ કાઉન્ટ વધારવા હોય તો ફોલો કરો આ 5 ટીપ્સ


આખો દિવસ દોડધામ કરી હોવાથી પગના સ્નાયુ જકડાઈ જાય છે. ઘણી વખત પગમાં દુખાવો પણ રહેતો હોય છે જેના કારણે ઊંઘ આવતી નથી. પરંતુ જો તમે સુતા પહેલા પગમાં માલિશ કરશો તો બ્લડ સર્ક્યુલેશન સુધરશે અને તેનાથી પગ અને શરીર રિલેક્સ થશે અને થોડી જ વારમાં ગાઢ ઊંઘ આવી જશે 


દુખાવાથી રાહત 


પગના તળિયામાં કેટલાક એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે જેને માલિશ કરતા કરતા દબાવવાથી શરીરનો દુખાવો મટી જાય છે. જો તમે થાકના કારણે બોડી પેઈન અનુભવો છો અને તેના કારણે ઊંઘ નથી આવતી તો પગના તળિયામાં પોઇન્ટ દબાવતા દબાવતા માલિશ કરો. આમ કરવાથી સ્નાયુને આરામ મળશે અને ઊંઘ ઝડપથી આવશે. 


આ પણ વાંચો: બાફેલા ચણા સાથે દહીં સવારે ખાલી પેટ ખાવાથી શરીરને થાય છે આ 4 સૌથી મોટા ફાયદા


સ્ટ્રેસ ઘટશે 


નિયમિત પગના તળિયામાં માલિશ કરવાથી સ્ટ્રેસ પણ ઘટે છે. પગના તળિયામાં માલિશ કરવાથી બોડી રિલેક્સ થઈ જાય છે. જેના કારણે ઊંઘ ઝડપથી આવે છે. 


મહિલાઓ માટે લાભકારી 


મોટાભાગની મહિલાઓને માસિક સંબંધિત સમસ્યા અને હોર્મોનલ ઇમબેલેન્સના કારણે પણ દુખાવો ઊંઘનો અભાવ જેવી તકલીફ રહેતી હોય છે. નિયમિત રીતે પગના તળિયામાં માલિશ કરવામાં આવે તો મહિલાઓને પીએમએસ સંબંધિત સમસ્યામાં રાહત થાય છે.


આ પણ વાંચો: ગેસના કારણે માથું દુખતું હોય તો આ ઘરેલુ ઈલાજ આવશે કામ, 5 મિનિટમાં મળી જશે આરામ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)