50 વર્ષની ઉંમરે પણ હાર્ટ રહેશે ફિટ, હેલ્ધી Heart માટે ખાવો આ 5 લાલ ફળ, શરીરને મળશે કમાલના ફાયદા
હાર્ટ માટે લાલ ફળોનું સેવન ખુબ લાભકારી છે. લાલ ફળ ખાવાથી હાર્ટની સાથે શરીરને પણ ફાયદા મળે છે. આવો જાણીએ આ લાલ ફળના ફાયદા
Health News: હેલ્ધી અને ફિટ શરીર માટે ફળોનું સેવન હંમેશા સારૂ રહે છે. દરેક ફળની પોત-પોતાની ખાસિયત હોય છે. એવા કેટલાક ફળ છે જેના સેવનથી હાર્ટ હેલ્ધી રહે છે, પરંતુ ઉંમર પણ વધે છે. ઘણા રિસર્ચમાં તે સામે આવ્યું છે કે ફળોના સેવનથી હાર્ટની હેલ્થ સારી રહે છે. 2019માં કરન્ટ મેડિસિનલ કેમિસ્ટ્રી પત્રિકામાં છપાયેલા એક રિસર્ચ અનુસાર ફળ ખાવાથી તમારૂ સ્વાસ્થ્ય સારૂ થાય છે અને હાર્ટ રોગનું જોખમ ઘટે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે વિશ્વભરમાં હાર્ટ રોગને કારણે ઘણા મોત થાય છે. ચાલો હેલ્ધી હાર્ટ માટે તમને પાંચ ફળ વિશે જણાવીએ, જેના સેવનથી ન માત્ર હાર્ટ, પરંતુ શરીરને પણ ઘણા ફાયદા મળશે.
ચેરી
ચેરીનું જ્યુસ, સૂકી ચેરી, ખાટી ચેરી અને મીઠી ચેરી સ્વાદિષ્ય હોય છે. આ બધી એન્થોસાયનિનથી ભરપૂર હોય છે, જે એન્ટીઓક્સીડેન્ટ છે. ચેરી રક્ત વાહિકાઓની સુરક્ષા માટે ખુબ ઉપયોગી માનવામાં આવે છે.
રાસ્પબેરી
રાસ્પબેરી એક બારમાસી ફળ છે, જે સ્વાદમાં શાનદાર હોય છે. તેના સેવનથી હાર્ટને ઘણા ફાયદા મળે છે. રાસ્પબેરીમાં એન્થોસાયનિન, વિટામિન સી અને એલાગિટેનિન જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ એન્ટીઓક્સીડેન્ટ ઓક્સીડેટિવ તણાવને ઘટાડે છે અને હ્રદય રોગના ખતરાને ઓછા કરે છે.
ટામેટા
ટામેટા સ્વાદની સાથે હેલ્ધ માટે સારા માનવામાં આવે છે. ટામેટાનું સેવન હાર્ટ માટે સારૂ હોય છે. બોસ્ટનમાં ટફ્ટ્સ યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર 11 વર્ષની ઉંમરમાં સપ્તાહમાં પાંચ કરતા વધુ વખત લાઇકોપીન યુક્ત ફૂડ, જેમ કે ટામેટા ખાવાથી કોરોનરી હાર્ટ રોગનું જોખમ 26 ટકા ઘટી ગયું.
આ પણ વાંચોઃ ડાયાબિટીસનો ટાઈમ બોમ્બ છે ભારત!50 ટકા લોકો જાણતા નથી કે તે બીમાર છે,આ રીતે કરો બચાવ
સફરજન
ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી દ્વારા રિસર્ચ પ્રમાણે દરરોજ સફરજન ખાવાથી એલડીએલ (ખરાબ) કોલેસ્ટ્રોલ 40 ટકા સુધી ઘટી શકે છે. આ સિવાય આયોવા મહિલા સ્વાસ્થ્ય રિસર્ચ અનુસાર સફરજનની છાલમાં સૌથી વધુ એન્ટીઓક્સીડેન્ટ હોય છે, તેથી તેનું જ્યુસ પીવાની જગ્યાએ ફળ ખાવું વધુ ફાયદાકારક છે.
સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરીનો સ્વાદ પણ શાનદાર હોય છે અને જો તમે તેનું દરરોજ સેવન કરો તો હાર્ટને મજબૂત બનાવી શક છો. સ્ટ્રોબેરીમાં જોવા મળશું દ્વાવ્ય ફાઇબર અને પેક્ટિન એંઝાઇમ એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.