Benefits of Walnut: અખરોટ ખાવાની આ છે સાચી રીત ? વધારે ખાવાથી પણ થશે નુક્સાન
આપણે અખરોટ ખાવાના ઘણા ફાયદા તો સાંભળ્યા હશે. હા અખરોટ શરીરને ફાયદો કરાવે છે. પરંતુ જો વધુ પડતા અખરોટનું સેવન કરવામાં આવે તો ક્યારેક નુકસાન પણ થતું હોય છે. તેવામાં કેટલા અખરોટનું સેવન કરવું તેનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.
નવી દિલ્હીઃ અખરોટ એ પોષક તત્વોથી ભરપૂર છે. એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. અખરોટને ડાયટમાં સામેલ કરવું આપને ધણા પ્રકારના ફાયદા આપવી શકે છે એ પણ આપ જાણતા હશો. અખરોટ હાર્ટ હેલ્થને સારું રાખવા સાથે હાડકાંને મજબૂત કરે અને ઇમ્યુનીટીને પણ વધારે છે પણ અખરોટ કેટલી માત્રામાં ખાવા જોઈએ એ જાણવું પણ આપના માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે વધુ માત્રામાં અખરોટ ખાવાથી તમને નુકસાન પણ થઈ શકે છે. તો જાણી લો અખરાટ ખાવાની સાચી રીત કઈ છે..
અખરોટ ખાવાની સાચી રીત
મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ બધા ડ્રાય ફ્રુટ્સમાં હોય છે અને ઓમેગા 3 ફેટી એસિડ પણ અખરોટમાં સારી માત્રામાં જોવા મળે છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે. દિવસમાં ઓછામાં ઓછા 4 અખરોટ ખાવાથી તમે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકો છે, પરંતુ જો તમારી પાચનશક્તિ નબળી છે તો દિવસમાં માત્ર એક જ અખરોટ ખાઓ. અખરોટ ખાવાની સાચી રીત એ છે કે તેને આખી રાત પલાળી રાખો અને સવારે તેને ખાઓ.
આ પણ વાંચોઃ લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક એટલું જ હાનિકારક પણ, જાણો કેવી રીતે ?
પાણીમાં પલાળેલા અખરોટના ફાયદા
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે પલાળેલા અખરોટનું સેવન શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદરૂપ છે. પલાળેલી અખરોટનું સેવન ગર્ભવતી મહિલાઓ માટે પણ ફાયદાકારક છે. રોજ સવારે અખરોટ ખાવાથી એનર્જી મળે છે. સાથે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ તેનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ શિયાળામાં કોબીજ સહિત આ 4 શાકભાજી ખાતા પહેલા સાવધાન, મગજમાં ઘુસી શકે છે ગંભીર બીમારી
દરરોજ કેટલા અખરોટનું સેવન કરવું
અખરોટમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ અખરોટનું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન મળે છે. અખરોટમાં અસંતૃપ્ત ચરબી, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઓમેગા-3 આલ્ફા-લિનોલેનિક એસિડ (ALA) હોય છે, જે શરીર માટે અત્યંત ફાયદાકારક છે. દરરોજ 4 અખરોટ ખાવાથી કેન્સર, સ્થૂળતા, ડાયાબિટીસનું જોખમ ઘટશે. તેનું નિયમિત સેવન વજન ઘટાડવા, પ્રજનન સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે પણ સારું માનવામાં આવે છે. આ સાથે તમે તમારા આહારમાં અખરોટનો પણ સમાવેશ કરી શકો છો. અખરોટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે, સાથે જ તેનું સેવન તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube