નવી દિલ્હી: ગરમીઓમાં તરબૂચ ખાવું ના માત્ર તમને ભારે ગરમીથી રાહત આપે છે. પરંતુ તેમાં વિટામિન્સ ઘણી માત્રામાં હોય છે. એટલું જ નહીં, તરબૂચની છાલ અને તેના બીજ પણ ઘણા ફાયદાકારક હોય છે. તરબૂચનો સફેદ ભાગ તમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે. તરબૂચમાં વિટામિન-એ મોટા પ્રમાણમાં હોય છે. તે તમારી આંખો અને હૃદય માટે સારૂ હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- World Environment Day 2020: પર્યાવરણ શુદ્ધ કરવાનું અડધુ કામ તો કોરોનાએ કરી આપ્યું


તરબૂચની છાલમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન-સી, વિટામિન-એ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંકનું પ્રમાણ વધઝારે હોય છે. ત્યારે આ સફેદ ભાગમાં Citrulline હોય છે. તે ફ્રી રેડિકલ્સથી બચવામાં મદદગાર સાબિત થયા છે. આ એક એનિમો એસિડ છે, જે હૃદયમાં લોહીનું સંચાર અને પ્રતિરક્ષા પ્રણાલી માટે જરૂરી છે.


આ પણ વાંચો:- કોરોનાથી બચવા આ જરૂર વાંચો: ઉતરાખંડને કોરોના વાયરસથી બચાવી રહી છે આયુર્વેદિક કીટ


બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અને વજન ઘટાડવામાં મદદગાર
કિડની અને હાર્ટ માટે તરબૂચની છાલ સારી છે. તેમાં Citrulline હોય છે, જે રક્ત પ્રવાહને સુધારે છે અને હૃદયની નિષ્ફળતા અને કોરોનરી આર્ટરી ડિસિઝની બિમારીથી પણ રક્ષણ આપે છે. આટલું જ નહીં, તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા અને વજન ઘટાડવામાં પણ મદદગાર છે. તે રક્ત વાહિકાઓને પાતળી કરે છે. તરબૂચની છાલમાં લાઇકોપીન નામનું તત્વ હોય છે જે બળતરા ઘટાડવામાં મદદગાર છે.


આ પણ વાંચો:- Sanitizer ના સતત ઉપયોગથી થાય છે કેન્સર? જાણો વાયરલ થઇ રહેલા મેસેજનું સત્ય


બીજથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે
હવે વાત કરીએ તડબૂચનાં બીજ વિશે. તરબૂચની જેમ તેના બીજ પણ તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તે ડાયાબિટીઝ, હૃદયરોગ, ત્વચા અને વાળની ​​સમસ્યાઓ દૂર કરવામાં મદદગાર છે. તરબૂચના બીજમાં ખૂબ કેલરી જોવા મળે છે. આ બીજમાં પોટેશિયમ, કોપર, સેલેનિયમ અને ઝીંકનું પ્રમાણ વધુ હોય છે. તરબૂચનાં બીજમાં પ્રોટીન અને વિટામિન બી પણ પૂરતા પ્રમાણમાં હોય છે. કાચા બીજ ખાવાને બદલે, તમે તેને ફણગાવીને અથવા શેકીને ખાઈ શકો છો. તે પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે. જ્યારે પણ તમે ખાવ છો, આ બીજને બરાબર ચાવ અને ખાવ, નહીં તો તમારા માટે તે પચાવવું ખૂબ મુશ્કેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube