નવી દિલ્હીઃ ખરાબ લાઇફસ્ટાઇલ અને અનહેલ્ધી ડાયટ પ્લાનને ફોલો કરવાને કારણે હંમેશા લોકોના વાળ સમય પહેલા સફેદ થવા લાગે છે. કેમિકલ બેસ્ડ હેર પ્રોડક્ટ્સ પણ પ્રીમેચ્યોર ગ્રેઇંગનું મુખ્ય કારણ બની શકે છે. જો તમે પણ સફેદ વાળથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો તમારે મોંઘી-મોંઘી બ્યૂટી ટ્રીટમેન્ટ્સ પર પૈસા ખર્ચ કરવાની જગ્યાએ નેચરલ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. આવો તમને આવા ઘરેલું નુસ્ખા વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસરકારક સાબિત થશે મેથીના દાણા
પોટેશિયમ રિચ મેથી દાણા તમારા સફેદ વાળને કાળા કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. સૌથી પહેલા તમારે મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં રાત્રે તલાળી દેવાના છે. ત્યારબાદ બીજા દિવસે સવારે પાણીમાં આંબળાનો રસ મિક્ર કરી વાળના મૂળ પર સારી રીતે લગાવવાનો છે. સારૂ પરિણામ હાસિલ કરવા માટે આ મિક્સચરને વાળ પર એક કલાક લગાવી રાખો અને પછી હેર વોશ કરી લો.


આ પણ વાંચોઃ Alert: ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર છે આ 3 સફેદ ફૂડ, તુરંત ખાવાનું બંધ કરો


ભૃંગરાજનો કરી શકો છો ઉપયોગ
સફેદ વાળને કાળા કરવા માટે ભૃંગરાજનો ઉપયોગ કરી શકાય છે. ઔષધીય ગુણોથી ભરપૂર ભૃંગરાજ પાઉડર કે પછી ભૃંગરાજ તેલને રાત્રે પોતાના વાળના મૂળમાં સારી રીતે લગાવો. સારૂ પરિણામ હાસિલ કરવા માટે તમે તેમાં કોકોનેટ ઓયલ પણ મિક્સ કરી શકો છો. બીજા દિવસે સવારે હેર વોશ કરી શકો છો. તમને થોડા સપ્તાહમાં અસર દેખાશે.


ઉપયોગી સાબિત થશે મીઠો લીંબડો
જો તમે સફેદ વાળને કાળા કરવા ઈચ્છો છો તો તમે તમારા હેર કેર રૂટીનમાં મીઠા લીંબડાનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા કોકોનેટ ઓયલમાં થોડો મીઠો લીંબડો નાખો અને પછી તેને સારી રીતે ગરમ કરી લો. હવે તમે આ મિક્સરને થોડું ગરમ થયા બાદ તમારા સ્કેલ્પ પર મસાજ કરો. આ રીતે તમારા વાળ નેચરલી કાળા થવા લાગશે.