Alert: ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર છે આ 3 સફેદ ફૂડ, તુરંત ખાવાનું બંધ કરો, બાકી ખરાબ થઈ શકે છે સ્વાસ્થ્ય

ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું પડે છે. બાકી બ્લડ સુગર લેવલ વધી શકે છે. ડોક્ટર પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓએ આ ત્રણ સફેદ વસ્તુ ખાવાથી દૂર રહેવું જોઈએ.
 

Alert: ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર છે આ 3 સફેદ ફૂડ, તુરંત ખાવાનું બંધ કરો, બાકી ખરાબ થઈ શકે છે સ્વાસ્થ્ય

નવી દિલ્હીઃ ડાયાબિટીસ એક એવી બીમારી છે જેને માત્ર કંટ્રોલ કરી શકાય છે. આ બીમારીને જો કંટ્રોલ કરવામાં ન આવે તો તેના કારણે શરીરના બીજા અંગોને નુકસાન પહોંચી શકે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે સૌથી જરૂરી છે કે બોડીને એક્ટિવ રાખવી, તણાવ મુક્ત રહેવું અને ડાયટમાં કાર્બ્સનું સેવન ઓછું કરવું અને પ્રોટીનનું સેવન વધારવું. ડાયાબિટીસના દર્દી જો આ રીતને અપનાવી લે તો સરળતાથી બ્લડ સુગરના સ્તરને નોર્મલ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલીક ફૂડ્સ એવા હોય છે, જેનું સેવન ઝેરની જેમ અસર કરે છે. ત્રણ સફેદ ફૂડ ખાંડ, સફેદ ચોખા અને મેંદો ખાવાથી ડાયાબિટીસના દર્દીઓએ દૂર રહેવું જોઈએ.

મેંદો કરે છે બ્લડ સુગર સ્પાઇક
મેંદાનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ વધુ હોય છે, જે માત્ર ડાયાબિટીસ દર્દીઓ માટે પરંતુ પ્રી-ડાયાબિટીક લોકો માટે પણ ઘાતક હોય છે. ડાયાબિટીસ દર્દી જો રેગુલર મેંદાનું સેવન કરે છે તો બ્લડ સુગર હાઈ થવાનો ખતરો વધી શકે છે. મેંદાનું સેવન આજકાલ ખુબ વધુ ગયું છે. મેંદાથી નાન, બ્રેડ, બર્ગર, રૂમાલી રોટી, ભટુરે, કુલચા, પિઝા જેવા ફૂડ બને છે. આ બધા ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક છે. ડાયાબિટીસના દર્દીઓ મેંદાથી દૂર રહી પોતાનું બ્લડ સુગર નોર્મલ કરી શકે છે. 

ખાંડ વધારે છે મોટાપો અને ડાયાબિટીસ
ખાંડનું સેવન ઘણા પ્રકારના ડ્રિંક, ફ્રૂટ, જ્યુસ, અનાજ, કુકીઝ, કેક, કેન્ડી અને મોટા ભાગના ફ્રોઝન ફૂડમાં કરવામાં આવે છે. ખાંડ તે ફૂડ્સમાં પણ હોય છે, જેને તમે સ્પીટ સમજતા નથી, જેમ કે સૂપ, બ્રેડ અને કેચઅપ. ખાંડનું સેવન બ્લડ સુગરને સ્પાઇક કરે છે. હાર્વર્ડ હેલ્થ પબ્લિશિંગ પ્રમાણે ખાંડના વધુ સેવનથી હાઈ બ્લડ પ્રેશર, સોજા, વજન, ફેટી લિવર અને ડાયાબિટીસનું જોખમ વધે છે. ડાયાબિટીસના દર્દીઓએ સફેદ ખાંડનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. તેની જગ્યાએ ગોળ કે મધનું સેવન કરી શકે છે.

સફેદ ચોખાથી રહો દૂર
સફેદ ચોખાને ખાલી કાર્બ્સ માનવામાં આવે છે કારણ કે તે પ્રોસેસ્ડ ફૂડ છે જે પોતાના પોષક તત્વોને ગુમાવી દે છે. સફેદ ચોખાની સેલ્ફ લાઇફ વધારવા માટે અને તેના સ્વાદમાં સુધાર કરવા માટે તેની ઉપરની પરતને કાઢી નાખવામાં આવે છે અને જે ફાઇબર અન શરીર માટે જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. સફેદ ચોખામાં માત્ર કાર્બ્સ રહી જાય છે, જે ડાયાબિટીસ દર્દી આ ચોખાનું સેવન કરે છે તેના બ્લડમાં સુગરનું સ્તર હાઈ થવા લાગે છે. જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો તો હાઈ ગ્લાઇસેમિક ઈન્ડેક્સવાળા સફેદ ચોખાનું સેવન કરવાથી દૂર રહો. 

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news