Oil For Joint Pain: વધતી ઉંમરની સાથે સાંધા અને સ્નાયુઓમાં દુખાવો અને સોજા રહે તે સામાન્ય વાત છે. ઘરમાં વડીલો હોય તો તમે પણ તેમની ઘૂંટણના દુખાવાની ફરિયાદ સાંભળી હશે. ઘુંટણના દુખાવાથી છુટકારો મેળવવો હોય તો એક આયુર્વેદિક તેલનો ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદમાં ઘૂંટણના દુખાવાની સમસ્યાનો ઈલાજ પણ જણાવવામાં આવ્યો છે. ઘુંટણના દુખાવાને ઘટાડે તેવું આયુર્વેદિક તેલ ઘરે બનાવવું સરળ છે. આ તેલનો ઉપયોગ કરવાથી ઘૂંટણના દુખાવા મટે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: બેડ કોલેસ્ટ્રોલ માટે પીવો આમળાનો રસ, પીવાથી નસે નસમાં જામેલું કોલેસ્ટ્રોલ નીકળી જશે


આ આયુર્વેદિક તેલ દુખાવો દૂર કરે છે અને સોજો પણ ઉતારે છે. તેને લગાડવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. આ તેલ વિશે તમે સાંભળ્યું હશે. આજે તમને આ તેલ ઘરે કેવી રીતે બનાવવું તેની રીત જણાવીએ. આ તેલનો ઉપયોગ તમે સાંધામાં થતા દુખાવાને મટાડવા અને સાથે જ શરીરના અન્ય દુખાવામાં પણ કરી શકો છો. 


આ પણ વાંચો: રાત્રે દેખાય છે હાર્ટ એટેકના આ 4 લક્ષણો, આ તકલીફોને ઈગ્નોર કરવાની ભૂલ ન કરો


લસણનું તેલ 


શરીરમાં ઘૂંટણ સહિતના સાંધામાં જો દુખાવો રહેતો હોય તો ઘરે લસણનું તેલ તૈયાર કરી લેવું જોઈએ.. ભારતીય ઘરમાં લસણનો ઉપયોગ સૌથી વધુ થતો હોય છે. આ લસણમાં એન્ટિ ઓક્સિડન્ટ અને દર્દ નિવારક ગુણ હોય છે. તેનો ઉપયોગ કરવાથી સાંધાના સોજા અને દુખાવો દૂર થાય છે. આ તેલ ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે. તેના માટે લસણની ત્રણથી ચાર કળી લેવી અને સરસવનું બે ચમચી તેલ લેવું. 


આ પણ વાંચો: દીકરા-દીકરીના ચશ્માના નંબર વધી રહ્યા છે? તો દૂધ સાથે આ 3 વસ્તુઓ આપવાનું શરૂ કરી દો


હવે એક વાસણમાં સરસવનું તેલ બરાબર ગરમ કરો. ગરમ થઈ જાય એટલે તેમાં લસણની કળીઓ ઉમેરી 5 મિનિટ સુધી તેને ધીમા તાપે શેકો.  લસણનો રંગ બદલી જાય એટલે ગેસ બંધ કરી દો. હવે આ તેલ હુંફાળું ગરમ હોય ત્યારે તેને દુખાવો થતો હોય તે સાંધા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. નિયમિત તેનો ઉપયોગ કરવાથી દુખાવાની ફરિયાદ દૂર થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)