Heart Attack: રાત્રે દેખાય છે હાર્ટ એટેકના આ 4 લક્ષણો, આ તકલીફોને ઈગ્નોર કરવાની ભૂલ ન કરતા ક્યારેય
Heart Attack: હાર્ટ એટેક જીવલેણ સાબિત એટલા માટે થાય છે કે લોકો હાર્ટ એટેક પહેલા જોવા મળતા લક્ષણોને ઇગ્નોર કરે છે. જો પહેલાથી જ આ લક્ષણોની ગંભીરતાને ધ્યાનમાં લેવામાં આવે તો હાર્ટ સંબંધીત ગંભીર સમસ્યાથી બચી શકાય છે.
Trending Photos
Heart Attack: હાર્ટ એટેક ક્યારેય પણ કોઈને પણ આવી શકે છે... આજના સમયમાં આ વાત કરવી સામાન્ય થઈ ગઈ છે કારણ કે આપણી આસપાસ એવી અનેક ઘટનાઓ બને છે જેમાં વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવી ગયો હોય અને તેનું મોત પણ થઈ ગયું હોય. હાર્ટ એટેકની સ્થિતિ પણ સાબિત થઈ શકે છે. હાર્ટ એટેક આવે તે પહેલા શરીરમાં કેટલાક સંકેતો જોવા મળે છે. હાર્ટ એટેક જીવલેણ સાબિત એટલા માટે થાય છે કે લોકો હાર્ટ એટેક પહેલા જોવા મળતા લક્ષણોને ઇગ્નોર કરે છે. જો પહેલાથી જ આ લક્ષણોની ગંભીરતાને ધ્યાનમાં લેવામાં આવે તો હાર્ટ સંબંધીત ગંભીર સમસ્યાથી બચી શકાય છે.
ખાસ કરીને હાર્ટ એટેક આવતા પહેલા રાતના સમયે કેટલાક લક્ષણો જોવા મળે છે. હાર્ટ અટેક આવે તેના થોડા દિવસ પહેલાથી રાતના સમયે શરીરમાં આવા ફેરફાર જોવા મળી શકે છે. રાતના સમયે જો આ તકલીફોનો અનુભવ થતો હોય તો તે લક્ષણોને ક્યારેય ઇગ્નોર કરવા નહીં. આ સમસ્યાઓ હાર્ટ અટેક પહેલાના લક્ષણ હોઈ શકે છે.
હાર્ટ એટેકના રાત્રે જોવા મળતા લક્ષણો
છાતીમાં તીવ્ર દુખાવો
છાતીમાં દુખાવો આજના સમયમાં ચિંતાજનક વાત છે. મોટાભાગના લોકો આ લક્ષણને લઈને ગેરસમજમાં રહે છે. રાતના સમયે અચાનક તીવ્ર દુખાવો થાય અને પછી દુખાવો મટી જાય તો લોકો તેને એસિડિટી, ગેસ કે પેટની સમસ્યા ગણીને અવગણે છે. પરંતુ કેટલાક કેસમાં છાતીમાં અચાનક થતો તીવ્ર દુખાવો હાર્ટ એટેકનું લક્ષણ પણ હોઈ શકે છે.
શરીરના અન્ય અંગોમાં દુખાવો
રાત્રે સૂતી વખતે પેટ, ખભા કે પીઠમાં અચાનક તીવ્ર દુખાવો થવા લાગે તો તે હાર્ટ એટેકનો સંકેત પણ હોઈ શકે છે. જો કોઈ કારણ વિના તમને પેટમાં અચાનક દુખાવો થવા લાગે અને તે વારંવાર થતો હોય તો ડોક્ટરનો સંપર્ક તુરંત કરવો.
પરસેવો થવો
દિવસ દરમિયાન પરસેવો થાય તે સામાન્ય વાત છે, કારણ કે દિવસે શરીરને શ્રમ પડતો હોય છે. પરંતુ રાતના સમયે અચાનક જ તમને પરસેવો થવા લાગે અને બેચેની થવા લાગે તો આ લક્ષણને ઇગ્નોર બિલકુલ ન કરો. રાતના સમયે વધારે પરસેવો થવો હાર્ટ એટેકનું પૂર્વ લક્ષણ હોઈ શકે છે.
શ્વાસ ચઢવો
રાતના સમયમાં પથારીમાં આડા પડ્યાની સાથે જ તો તમને શ્વાસ સંબંધિત સમસ્યા થવા લાગે તો આ સ્થિતિ ચિંતાજનક હોઈ શકે છે. શ્વાસ લેવામાં સમસ્યા થતી હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો અને તેનું કારણ જાણો. કારણ કે પથારીમાં સુવાની સાથે થતી શ્વાસની સમસ્યા હાર્ટ અટેક પહેલાનું લક્ષણ પણ હોઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે