Fruits Benefits: તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ફળ ખાવાથી શરીરને ફાયદો થાય છે. દરેક વ્યક્તિએ નિયમિત ફળ ખાવા જોઈએ. ફળ વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ગુણોથી ભરપુર હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. ફળને રોજના આહારમાં સામેલ કરવામાં આવે તો શરીરમાં જરૂરી પોષકતત્વોની ખામી સર્જાતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફળ ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને કેન્સર જેવી ખતરનાક બીમારીઓથી બચી શકાય છે. જો કે ફળ ખાવાથી આ બધા ફાયદા ત્યારે થાય છે જ્યારે તમે તેને યોગ્ય સમયે ખાવ છો. જો તમે ફળને યોગ્ય સમયે નથી ખાતા તો તેનાથી શરીરને નુકસાન પણ સહન કરવું પડી શકે છે. 


કયા સમયે ખાવા ફળ ?


આ પણ વાંચો:


આ 3 સ્ટેપ ફોલો કરી વાળને કરશો શેમ્પૂ તો સ્પા કરાવ્યું હોય તેવું મળશે રિઝલ્ટ


 


Skin Care: ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો માટે ટ્રાય કરો આ કોરિયન ફેસ પેક, તુરંત દેખાશે અસર


"વાળ ખરે છે.." આ સમસ્યાને કોઈ ઉપાય વિના દુર કરવી હોય તો આ 4 વસ્તુ ખાવાની કરો શરુઆત


સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, સફરજન, કેળા, તરબૂચ, એવોકાડો, કેરી, પાઈનેપલ જેવા ફળ સવારે ખાવા જોઈએ. આ ફળ સવારે ખાવાથી શરીરને જરૂરી પોષકતત્વો મળે છે અને તેનું પાચન પણ બરાબર રીતે થાય છે.


સવારે ફળ ખાવાના ફાયદા


1. સવારે ફળ ખાવાથી શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ શરીરમાં બરાબર રીતે અવશોષિત થાય છે અને તેનાથી શરીરને એનર્જી મળે છે.


2.  તરબૂચ અને નારંગી જેવા ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. જે તમારા દિવસની શરૂઆતથી તમને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે.


3.  ફળોમાં પ્રાકૃતિક ખાંડ હોય છે જે ચયાપચયને ઝડપી બનાવવા માટે જરૂરી ઉર્જા પ્રદાન કરે છે.


4.  ફળોમાં રહેલું ફાઇબર પાચનક્રિયામાં મદદ કરે છે અને તમને પેટ ભરેલું રાખે છે, જેના કારણે વજન ઓછું કરવામાં મદદ મળે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 kalak આની પુષ્ટિ કરતું નથી.)