સ્વસ્થ રહેવા માટે રાત્રે કેટલા વાગે સૂવું જોઈએ? કેટલા કલાકની ઊંઘ લેવી જોઈએ, અહીં જાણો જવાબ
Best Time For Sleep: આજની જીવનશૈલીમાં ઘણા લોકો ગમે ત્યારે સૂઈ જાય છે અને ગમે ત્યારે ઉઠી જાય છે. મોટાભાગના લોકોનું ધ્યાન દરરોજ ઓછામાં ઓછા સાતથી આઠ કલાકની ઊંઘ લેવા પર હોય છે. પરંતુ, પૂરતી ઊંઘ લેવી જેટલી જરૂરી છે, તેટલું જ જરૂરી છે યોગ્ય સમયે સૂવું. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે સૂવાનો યોગ્ય સમય કયો છે?
Best Time For Sleep: સામાન્ય રીતે સાતથી નવ કલાકની ઊંઘ સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવે છે, તેથી મોટાભાગના લોકો ઓછામાં ઓછી એટલી ઊંઘ લેવાનો પ્રયાસ કરે છે. પરંતુ, આજની જીવનશૈલીમાં લોકો મોડી રાત સુધી જાગતા રહે છે અને લગભગ અડધો દિવસ સૂઈ જાય છે. મોટાભાગના લોકો ઊંઘ પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે પરંતુ યોગ્ય સમય પર ધ્યાન આપતા નથી.
વાસ્તવમાં વ્યક્તિની ઉંમર, કામ કરવાની રીત અને ઊંઘની રીત, આ બધી બાબતો ઊંઘના સમયને અસર કરી શકે છે, જેના કારણે ઘણી વખત સૂવાનો અને ઉઠવાનો સમય દરેક માટે અલગ-અલગ હોઈ શકે છે. પરંતુ એ જાણવું પણ જરૂરી છે કે સૂવાનો યોગ્ય સમય કયો છે?
આ પણ વાંયો:
લોન્ચ થઈ મોસ્ટ પાવરફુલ Sport Bike! કિંમત છે 42 લાખ રૂપિયા, ડિઝાઇન પણ છે દમદાર
શું તમારે પણ બાળકોનું Aadhaar Card કઢાવવું છે? આજે જ ઘરે બેઠા કરો અરજી
Upcoming: આ વર્ષે માર્કેટમાં લોન્ચ થશે Jimny, Exter, Elevate સહિત આ 8 નવી SUV
સૂવાનો યોગ્ય સમય કયો છે?
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે 7 થી 9 કલાકની ઊંઘ સારી હોય છે, પરંતુ દરેક ઉંમરના લોકો માટે સૂવાનો યોગ્ય સમય અલગ અલગ હોઈ શકે છે. ટીનેજર્સ માટે રાત્રે 9 થી 10 વચ્ચેનો સમય યોગ્ય છે. તો બીજી તરફ એડ્લ્ટસ માટે ઊંઘવાનો શ્રેષ્ઠ સમય રાત્રે 10 થી 11 વચ્ચે ગણવામાં આવે છે. જયારે બાળકોને 7 થી 9 વાગ્યાની વચ્ચે સુવડાવી દેવા જોઈએ. સારી ઊંઘ માટે, અઠવાડિયાના અંતે પણ ઊંઘવાનો અને જાગવાનો યોગ્ય સમય જાળવવો ખૂબ જ જરૂરી છે.
કેટલા કલાકની ઊંઘ હોવી જોઈએ?
ઊંઘની અવધિ વ્યક્તિ-વ્યક્તિ અને બાળકો માટે બદલાય છે, શિશુઓ માટે 12 થી 15 કલાકની ઊંઘ, ટોડલર્સ માટે દિવસમાં કુલ ઊંઘના 11 થી 14 કલાક અને પ્રિસ્કૂલનાં બાળકો માટે 10 કલાક. બીજી તરફ ટીનેજની વાત કરીએ તો તેમના માટે 8 થી 10 કલાકની ઊંઘ લેવી વધુ સારું છે. આ સાથે યુવાનો માટે 7 થી 9 કલાક અને વૃદ્ધો માટે 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે.
આ પણ વાંયો:
ફ્લોલેસ લુકમાં જોવા મળી Mouni Roy,ટ્રાન્સપરન્ટ વ્હાઇટ આઉટફિટે જીત્યા લોકોના દિલ
Highest Paid OTT એક્ટ્રેસ કોણ? સુષ્મિતા, સામન્થા અને ગૌહર ટોપ 5 માં સામેલ
High Paying Jobs : આ છે ટોપ 5 હાઈએસ્ટ પેઈંગ વર્ક ફ્રોમ હોમ જોબ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube