Steamed Amla: શિયાળો શરૂ થાય એટલે બજારમાં વિવિધ પ્રકારના સીઝનલ ફળ અને શાકભાજી મળવા લાગે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને શિયાળા દરમિયાન ખાવાથી શરીરને ફાયદો પણ થાય છે. આવી જ વસ્તુઓમાંથી એક છે આમળા. શિયાળામાં ભરપૂર પ્રમાણમાં મળતા આમળા શરીર માટે ખૂબ જ લાભકારી છે. આમળાથી થતા ફાયદા વિશે જે લોકો જાણે છે તેઓ અલગ અલગ રીતે ડાયટમાં આમળાનો સમાવેશ કરે છે. ઘણા લોકો આમળાનું જ્યુસ પીવે છે તો ઘણા લોકો કાચું આમળું ખાય છે, કેટલાક લોકો આમળાને મીઠા અને હળદરના પાણીમાં પલાળીને તેનું સેવન કરે છે. જો કે આ બધી રીત કરતાં વધારે ફાયદાકારક છે આમળાને બાફીને ખાવાની રીત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ગરમ પાણી પીવાથી શરીરને થાય છે ગંભીર સમસ્યાઓ, તમે પણ આ ભુલ કરતાં હોય તો સુધારી લેજો


નિયમિત રીતે એક બાફેલું આમળું ખાવાથી પણ શરીરને ઘણા બધા ફાયદા થાય છે. જેમકે બાફેલા આમળાનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે, શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થવા લાગે છે, પાચનતંત્ર મજબૂત થાય છે, કબજિયાતથી રાહત મળે છે અને સાથે જ વજન પણ ઝડપથી ઘટે છે. બાફેલા આમળામાં ફાઇબર, મિનરલ, પ્રોટીન સહિતના પોષક તત્વો હોય છે. તેનો ઉપયોગ કરવા માટે આમળાને થોડી મિનિટ માટે સ્ટીમ કરી લેવું. ત્યાર પછી આમળું ઠંડું થઈ જાય એટલે તેનું સેવન કરવું. આ રીતે આમળું ખાવાથી ત્વચા અને વાળને પણ ફાયદો થાય છે. ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે તે પણ જાણી લો.


આ પણ વાંચો: રોજ સવારે કરો આ એક કામ, થોડા જ દિવસોમાં વર્ષોથી પહેરેલા નંબરવાળા ચશ્માથી મુક્તિ મળશે


કબજિયાત


વિટામીન સીથી ભરપુર આમળાનું સેવન કરવાથી કબજિયાતથી રાહત મળે છે. આમળાને સ્ટીમ કરીને ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે તેથી ખોરાકને પચાવવામાં સરળતા રહે છે. જેના કારણે કબજિયાત, પેટનો દુખાવો, અપચો જેવી તકલીફ થતી નથી.


કોલેસ્ટ્રોલ ઘટે છે


આમળાને બાફીને ખાવાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઘટવા લાગે છે. જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તો હૃદય સંબંધિત સમસ્યા થવાનું જોખમ વધી જાય છે. 


આ પણ વાંચો: વજન વધારવું હોય કે ઘટાડવું હોય, બંનેમાં મદદ કરશે ઘી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ?


વેટ લોસ


નિયમિત રીતે બાફેલું આમળુ ખાવાથી કે તેનો જ્યુસ પીવાથી શરીરમાં જામેલી ચરબી ધીરે ધીરે ઓગળવા લાગે છે. જો તમે સવારે બાફેલું આમળું કે આમળાનો રસ પી લેશો તો વારંવાર ભૂખ લાગશે નહીં અને મેટાબોલિઝમ પણ બુસ્ટ થશે. 


વાયરલ ઇન્ફેક્શનથી બચાવ


પોષક તત્વોથી ભરપૂર આમળામાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. રોજ સવારે એક બાફેલું આમળું ખાઈ લેવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને તમને વાઇરલ ઇન્ફેક્શન થવાનું જોખમ અનેક ગણું ઘટી જશે.


આ પણ વાંચો: Strawberry Benefits: શિયાળામાં સ્ટ્રોબેરી ખાવી જરૂરી, શરીરની આ સમસ્યાનો થઈ જશે ખાતમો


ખરતા વાળ અટકશે


શિયાળાના કારણે વાળના મૂળ નબળા પડી જાય છે. તેવામાં બાફેલું આમળું ખાવાથી શરીરને જરૂરી આયરન મળે છે અને વાળના મૂળ મજબૂત થાય છે જેના કારણે વાળ ખરતા અટકે છે.


ડાયાબિટીસ


આમળા ખાવાથી શરીરમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. આમળાનું સેવન કરવાથી ડાયાબિટીસને વધતું પણ અટકાવી શકાય છે અને મેટાબોલિઝમને પણ બુસ્ટ કરી શકાય છે.


આ પણ વાંચો: Diabetes: ડાયાબિટીસના દર્દીના શરીરમાં જઈ દવા જેવી અસર કરે છે આ ફળ, ખાવાથી થશે આ લાભ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)