Eye Care: રોજ સવારે કરો આ એક કામ, થોડા જ દિવસોમાં વર્ષોથી પહેરેલા નંબરવાળા ચશ્માથી મુક્તિ મળી જશે

Eye Care: આજના સમયમાં મોટાભાગના લોકોને આંખની દ્રષ્ટિ નબળી જોવા મળે છે અને તેના કારણે ચશ્મા પહેરવા પડે છે. બાળકોને પણ વધારે નંબરના ચશ્મા નાનપણથી જ આવી જતા હોય છે. આ સ્થિતિમાં તમે નિયમિત રીતે કેટલાક યોગાસન કરીને આંખની દ્રષ્ટિ સુધારી શકો છો.

Eye Care: રોજ સવારે કરો આ એક કામ, થોડા જ દિવસોમાં વર્ષોથી પહેરેલા નંબરવાળા ચશ્માથી મુક્તિ મળી જશે

Eye Care: યોગ ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. વિવિધ પ્રકારના આસન, પ્રાણાયામ, ધ્યાન મુદ્રા નિયમિત રીતે કરવામાં આવે તો શરીરની ઘણી બધી બીમારીઓ દૂર થઈ જાય છે. આજે તમને શરીરના અત્યંત નાજુક અને મહત્વના અંગ એવી આંખને લાભ કરતાં કેટલાક યોગ વિશે જણાવીએ. આજના સમયમાં મોટાભાગના લોકોને આંખની દ્રષ્ટિ નબળી જોવા મળે છે અને તેના કારણે ચશ્મા પહેરવા પડે છે. બાળકોને પણ વધારે નંબરના ચશ્મા નાનપણથી જ આવી જતા હોય છે. આ સ્થિતિમાં તમે નિયમિત રીતે કેટલાક યોગાસન કરીને આંખની દ્રષ્ટિ સુધારી શકો છો. આજે તમને આવા પાંચ યોગાસન વિશે જણાવીએ જે તમારા આંખની દ્રષ્ટિ તેજ કરશે અને ચશ્માના નંબર ઉતારવામાં મદદ કરશે.

સિદ્ધા વોકિંગ

આ યોગ કરવા માટે જમીન ઉપર આઠની આકૃતિ બનાવો. હવે આ આકારની ઉપર ઉત્તરથી દક્ષિણ અને દક્ષિણથી ઉત્તર તરફ વોક કરવાની શરૂઆત કરો. વોક કરતી વખતે કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો. બંને દિશામાં સમાન  સમય માટે વોક કરો.

અદોમુખિસ્વાનાસન

અદોમુખિસ્વાનાસન કરવાથી પણ આંખને લાભ થાય છે. તેને કરવાથી આંખની રોશની વધે છે અને સાથે જ શરીર એક્ટિવ રહે છે.

સર્વાંગાસન

આ આસન નો અર્થ થાય છે શરીરના બધા અંગો. નામની જેમ આ યોગને કરવાથી શરીરના બધા જ અંગને લાભ થાય છે તેમાં સૌથી વધુ લાભ આંખને થાય છે. આ આસન કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. 

શીર્ષાસન

શીર્ષાસન આંખ માટે સૌથી સારું આસન છે. તેને કરવાથી એક બે નહીં પરંતુ અનેક ફાયદા થાય છે. નિયમિત રીતે આ આસન કરવાથી આંખનું તેજ વધે છે.

હલાસન

હલાસન પણ આંખ માટે ખૂબ જ લાભકારી છે. આ આસનને અંગ્રેજીમાં પ્લો પોઝ પણ કહેવાય છે. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને આંખનું તેજ વધે છે અને આંખની નબળાઈ દૂર થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news