Fatty liver: ફેટી લિવર એક એવી સ્થિતિ છે જેનો શિકાર આજના સમયમાં ઘણા લોકો બની રહ્યાં છે. તેના દર્દીઓમાં ફેટ લિપિડ્સ લિવરમાં જમા થઈ ગાય છે અને લિવરનું કામકાજ ધીમું પાડે છે. મેદસ્વિતાથી ગ્રસિત અને ડાયાબિટીસના દર્દી આ સમસ્યાની ઝપેટમાં જલ્દી આપી જાય છે. મહત્વનું છે કે ઓયલી, ફ્રુક્ટોઝ અને કેલેરીથી ભરપૂર ફૂડનું વધુ સેવન પણ ફેટી લિવરનું કારણ હોઈ શકે છે. તેવામાં તેને કંટ્રોલ કરવા માટે તમારે લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવો પડશે. તમે તમારા ડાયટમાં લીલા શાકભાજી ખાસ કરી પાલકને સામેલ કરી તેને નિયંત્રિત કરી શકો છો. હકીકતમાં પાલકના પાણીમાં પ્રોટીનની સાથે વિટામિન એ અને આયરન હોય છે. આ સિવાય તે એક ક્લીંઝરની જેમ કામ કરે છે અને પોતાના લેક્સેટિવ ગુણોને કારણે ફાયદાકારક છે. તો આવો જાણીએ લિવર માટે પાલકનું પાણી પીવાના ફાયદા..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેટી લિવરમાં પાલકનું પાણી કઈ રીતે કરે છે કામ?
પાલકનું પાણી લિવરમાં જમા ફેટને ઓગાળવામાં મદદ કરે છે. તે તમારા લિવરના કામકાજને ઝડપી બનાવે છે અને શરીરના બાકી ફંક્શનને સારા બનાવવામાં મદદ કરે છે. હકીકતમાં પાલકનું પાણી લિવર સેલ્સમાં જઈને તેને ફ્લશ આઉટ કરે છે અને પછી તેની ગરમી ફેટ લિપિડ્સને ઓગાળવામાં મદદ કરે છે. આ પ્રકારે તે લિવર માટે એક ડિટોક્સીફાઈંગ એજન્ટની જેમ કામ કરે છે. 


ફેટી લિવરમાં પાલકનું પાણી પીવાની રીત
ફેટિ લિવરમાં પાલકનું પાણી પીવાની સાચી રીત છે કે પાલકનું પાણી લો અને પછી તેમાં થોડું સેંધા નમક નાખો. પછી થોડું ગરમ કરો અને તેને પીવો. તમે ગરમ-ગરમ તેનું સેવન કરશો તો ફાયદો વધુ મળશે. મહત્વનું છે કે આ પાણીનું સેવન સવારે ખાલી પેટ કરો જેનાથી તમને ફાયદો વધુ મળશે. 


આ પણ વાંચોઃ ભૂલથી પણ પપૈયા સાથે ન ખાઓ આ 5 વસ્તુઓ, શક્તિના બદલે શરીરમાં આવશે ભયંકર કમજોરી!


પાલકનું પાણી પીવાથી આ સમસ્યા પણ થશે દૂર
પાલકનું પાણી તમારા પેટ માટે પણ ખુબ ફાયદાકારક છે અને કબજીયાત તથા આંતરડાની સમસ્યા ઘટાડવામાં મદદરૂપ છે. સાથે તેમાં આયરન છે જે લોહીની ઉણપથી બવાચે છે અને તેનું વિટામિન એ આંખની રોશની વધારે છે. 


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.